રાજકોટ શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ થઈ

Spread the love

ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ બહાર આવ્યો છે. રાજકોટમાં ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે. શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ થઈ છે. શહેરના રાજકારણમાં જેમનો પ્રભાવ વધ્યો તેવો મામકાવાદ ચલાવતા હોવાનો આક્રોશ ઉઠ્યો છે. કવિતામાં જી હજુરીયો અને સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો પણ કવિતામાં ઉલ્લેખ કરાયો છે. કવિતામાં મુખર્જી અને દિન દયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કર્યો છે. તો શિક્ષણ સમિતિને લઈને પણ કવિતામાં ઉલ્લેખ થયો છે. સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા સંગઠનમાં આવે એટલે સ્વચ્છ થઈ ગયા તેવા કવિતામાં શાબ્દિક પ્રહાર કરાયા છે. તો મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ પણ કવિએ વ્યક્ત કરી છે. આમ, કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો
જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું… સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું… આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક………અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય..
જૂનું થઇ ગયું…પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
રાજકોટમાં વાયરલ થયેલી આ કવિતા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે, મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય. સાચો કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાશે. તમામ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. આટલી મોટી પાર્ટીમાં કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમ સપાટી પર પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ રાજકારણમાં જેનો પ્રભાવ વધ્યો તેઓ મામકાવાદ ચલાવતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છએ. શહેર ભાજપમાં અસંતોષના લબકારા કવિતારૂપે પ્રગટ થયા છે. ભાજપમાં પત્રિકાકાંડ બાદ રાજકોટમાં કવિતાકાંડથી રાજકારણ ગરમાયું છે. કવિતામાં કવિએ લખ્યું, ભાજપમાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. મુખર્જી અને દિન દયાલના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો કવિએ વ્યક્ત કર્યો છે. સાથે જ શિક્ષણ સમિતિમાં કૌભાંડોમાં સંડોવાયેલાને સંગઠનમાં હોદ્દાઓ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગુઠો કાપી લેવાય છે તેવા ચાબખાથી રાજકોટનું રાજકારણ ગરમ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com