શિવજીનાં ધામમાં લાગ્યો શોક, લઘુરૂદ્ર પહેલાં જ ભક્તોને લાગ્યો કરંટ, થયું એકનું મોત

Spread the love

ગાંધીનગરના સેકટર – 22 નાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે બ્રહ્મ સમાજ દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. જેનાં માટે ગઈકાલે સાંજના પંચદેવ મંદિર ખાતે મંડપ બાંધવામાં આવ્યો હતો . એ દરમ્યાન લોખંડનો તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષા ગાંધીનગર શહેર/જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ અમૃતલાલ ઉપાધ્યાયનું અકાળે અવસાન થતાં સમાજમાં શોક વ્યાપી ગયો છે.

ગાંધીનગરનાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે ગઈકાલે સાંજના સમયે દુઃખદ ઘટના ઘટી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આજે શુક્રવારના રોજ બ્રહ્મ સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે લઘુ રુદ્રી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં સમાજના લોકો યજ્ઞમાં ઉપસ્થિતિ રહેવાના હોવાથી છેલ્લા કેટલાક દિવસથી બ્રહ્મ સમાજ રાજય કક્ષા ગાંધીનગર શહેર/જિલ્લાનાં 33 વર્ષીય ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાય સહીત સમાજના અન્ય લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

ગઈકાલે પૂર્વ તૈયારીના ભાગરૂપે તીર્થેશભાઈ પંચદેવ મંદિર ખાતે ગયા હતા. જ્યાં સમાજ દ્વારા મોટો મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. એ દરમિયાન તીર્થેશભાઈ સહિતના લોકો ભગવાન શિવની પ્રતિષ્ઠા અર્થે લોખંડનો તાર એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા. એ દરમ્યાન તારનું ગૂંચળું તીર્થેશભાઈનાં હાથમાં હતું. જેમની સાથે મંડપનો ઈલેક્ટ્રિશીયન તેમજ મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની પણ હતા.

ત્યારે લોખંડનાં પોલમાં છુટ્ટા વીજ વાયરને તાર અડકી જતાં મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની તેમજ ઈલેક્ટ્રિશીયનને કરંટ લાગ્યો હતો. આથી તીર્થેશભાઈ બધાનો જીવ બચાવવા માટે હાથમાં રહેલ તારનું ગૂંચળું દૂર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એજ વખતે તેઓને પણ વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગતાં જ ઉક્ત ત્રણ જણા દૂર ફેંકાઈ ગયા હતા.

આ કરુણાંતિકાનાં કારણે પંચદેવ મંદિર ખાતે અફરાતફરી મચી ગઈ હતી.બાદમાં તીર્થેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તીર્થેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતાં સમાજના અગ્રણીઓ સિવિલ દોડી ગયા હતા. જ્યાં વહેલી પરોઢિયે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. સમાજના અગ્રણીઓ એ કહ્યું હતું કે, તીર્થેશભાઈને પત્ની અને એક છ મહિનાની દીકરી છે. જેઓ સરગાસણ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સિદ્ધિવિનાયક બંગલોમાં રહેતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com