દેશમાં કોરોના એ તહેલકો મચાવ્યો છે ત્યારે જે વિસ્તાર કોરોના મુક્ત હતા તે વિસ્તારમાં ભારે પગપેસારો કર્યો છે ત્યારે તેનું સંક્રમણના તાર મોટાભાગના અમદાવાદ કનેક્શન હોવાનું પ્રાપ્ત થયા છે ત્યારે હવે માનવતા પણ મરી પ રબારી હોય તેમ લોકડાઉનમાં શરૂઆતના તબક્કે સંપૂર્ણ કોરોના વિમુખ રહ્યા છે ત્યારે અનલોક માં અપાયેલી છૂટછાટ થી સંક્રમણ વધ્યું છે સૌરાષ્ટ્રનો એક પણ તાલુકો હવે કોરોના થી બચી શક્યો નથી સૌરાષ્ટ્રમાં કોરોના ના કેસ ૧૧૦૦ ને પાર કરી ગયા છે. સૌરાસ્ટ્રને કોરોનાનાં અજગર ભરડાથી બચાવવા માટે હવે અમદાવાદ, સુરત ‘લોક’ કરવા દરેક જિલ્લામાંથી આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ટ્વિટર અને સોશ્યલ મીડિયામાં મારફત આ માગણી જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે. અનલોક – ૧ માં આંતર જિલ્લાની અપાયેલી છૂટ સૌરાષ્ટ્રને મોંઘી પડી છે સૌરાષ્ટ્ર નું વડું મથક રાજકોટમાં સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો ૨૬૭ સુધી ૫ પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિ ટલમાં કોરોનાની સારવારમાં આવતા દર્દી સતત વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા દર્દીઓને કારણે જ વધુ ને વધુ લોકોને ચેપ લાગ્યો છે.
અમરેલી મહિના સુધી કોરોના મુક્ત રહ્યા બાદ હાલ હોટસ્પોટ બન્યું છે. ગઈકાલે ૧૦ કેસ આવ્યા બાદ આજે સોમાવારે ફરી નવા ૧૦ કેસ આવતા લોકોમાં ભારે ફફડાટ ઉભો થયો છે. અમરેલીમાં સિનિયર તબીબ અને સ્થાનિક આગેવાનોએ એવી હૈયાવરાળ કાઢી છે કે હજુ પણ અમરેલી બચાવી લેવાની તક છે જો સમયસર પગલાં નહીં લેવાય તો અમરેલી અમદાવાદ બનતા રોકી શકાશે નહી. સીએમ અને પીએમ સુધી એવી રજૂઆત કરાઈ છે કે અમરેલીની બોર્ડર સીલ ન થઈ શકે તો કંઈ નહી પણ અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા પર રોક લગાવો. દરમિયાન અમરેલી કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાં જે ૮૦ દર્દી આવ્યા છે તેમાંથી ૭૦ જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને મુંબઈની બહાર આવી છે.
હાલ જિલ્લામાં આરોગ્ય તંત્રએ મેડિકલ સ્ટોરમાંથી તાવની કોઈ રૂટીન દવા લે તોપણ તેની નોંધ રાખવા અને આરોગ્ય વિભાગને જાણ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત બહારના જિલ્લામાંથી કોઈપણ આવનાર જો ૭૨ કલાક આ જિલ્લામાં રહેવાના હોય તો તેનું મેડિકલ સ્ક્રીનીંગ ફરજીયાતકરવા જાહેરનામુ બહાર પ દેવામાં આવ્યું છે. અમરેલી જેવી જ હાલત સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાની છે. જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ કોરોના બેલામ બન્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ સતત વધી રહ્યા છે. અનલોક – ૨ ની ગાઈડ લાઈન હવે સરકાર આવતીકાલે જાહેર કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના શહેરોને વિહાન બનતા અટકાવવા રેડ ઝોન એવા અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા લોકો પર થોડા દિવસો માટે રોક લગાવવા માગણી ઉઠી રહી છે.