દુનિયામાં ચીનની દાદાગીરી અને ભારતની જમીન ઉપર, ચીની સૈનિકો દ્વારા ઘાટીમાં થયેલી લડાઈમાં આપણા ૨૦ જવાનો શહીદ થયા હતા ત્યારે દેશમાં પબ્લિક નો ગુસ્સો ચીન સાથે અને તેની ચીજવસ્તુઓનો બહિષ્કાર સાથે જુસ્સો વધતો જાય છે ત્યારે લોકોને ચાઈનીઝ વસ્તુઓનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં જુદી જુદી જગ્યા પર લોકો ચીનની સામે વિરોધ કર્યો હતો. રાજ્યમાં તો કેટલાક લોકો ટીવી અને મોબાઈલ તોડી વિરોધ કર્યો હતો, તો ઘણાં લોકોએ ચીનના રાષ્ટ્રપતિના ૫ પૂતળાનું દહન કરી વિરોધ કર્યો તો ઘણા વેપારીઓ અને ઉધોગપતિઓએ ચીની કંપનીઓ સાથે વેપાર નહીં કરવાનો નિર્ણય લઈને વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતના એક ગામમાં મોબાઈલ માં રહેલ ચાઇનીઝ એપ્લિકેશનને કાઢી નાખવા બદલ ફીમાં ૨૫૦ ગ્રામ ડ્રાયફ્રુટના પેકેટ આપવામાં આવે છે. જાણકારી અનુસાર આણંદ જિલ્લામાં આવેલ પેટલાદ ગામમાં ખરીદ વેચાણ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પોતાના મોબાઈલમાંથી ચીનની એપ્લિકેશન ડિલીટ મારશે, તે વ્યક્તિને ૨૫ ગ્રામનું. થઈ ફૂટ પેકેટ મફતમાં આપે વામાં આવશે કેટલાક લોકો નાના મોબાઈલમાંથી ચાઈનીઝ એપ્લિકેશનને દુર કરીને ૨૫૦ ગ્રામનું ફૂટ પેકેટ ફી માં મેળવી રહ્યા છે, જણાઈ આવે છે કે, થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં પણ એક ગાઠીયાની દુકાન ચલાવતા વ્યક્તિ દ્વારા ઓફર લાગુ કરવામાં આવી હતી કે, જે વ્યક્તિ દુકાન પર આવીને ચાઇનીઝ એપ્લિકેશન ને મોબાઈલ માંથી કાઢી નાખશે. તે વ્યક્તિને ગાઠીયા ની સાથે સાથે ૨૫૦ ગ્રામ જલેબી મફતમાં આપવામાં આવશે. વડોદરામાં તો ફાડી લારીવાળાએ પણે તેની લારી પરથી ચાઇનીઝની જગ્યાએ સાંઈનીઝ શબ્દ ઉપયોગ રહ્યો છે અને તેમને ચાઇનીઝ શબ્દ આવતી ખાણીપીણીના નીમ પણ બદલી નાંખ્યો છે. આ ઉપરાંત મોરબીમાં શંકર આશ્રમ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ મોબાઈલમાં ચાઇનાની એપ્લિકેશન રાખનારે વ્યક્તિને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બાબતે મંદિરની બહાર એક નોટિસ પણ લગાવવામાં આવી છે. નવસારીમાં એક કેમિકલ કંપનીના માલિકે પણ ચીનની એક કંપની સાથેનો તેમનો વાર્ષિક ૪-૫ લાખ રૂપિયાની જાહેરાતનો કોન્ટ્રાક્ટ તોડયો હતો.