લખીમપુર ખેરીમાં એક થિયેટરમાં ગદર-2 ફિલ્મ જોવા ગયેલા એક યુવકનું હોલના ગેટ પર જ હાર્ટ એટેક આવતા મોત

Spread the love

લખીમપુર ખેરીમાં એક થિયેટરમાં ગદર-2 ફિલ્મ જોવા ગયેલા એક યુવકનું હોલના ગેટ પર જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જણાવવામાં આવી રહ્યું છે કે યુવક દ્વારકાપુરી વિસ્તારનો રહેવાસી હતો.

જાણવા મળેલી માહિતી મુજબ 32 વર્ષનો અક્ષય તિવારી શનિવારે સાંજે 7.50 વાગ્યે ગદર-2 ફિલ્મ જોવા ફન સિનેમા હોલમાં ગયો હતો.

ફોન પર કોઈની સાથે વાત કરતી વખતે તે સિનેમા હોલના ગેટ પર પહોંચ્યો ત્યારે હાર્ટએટેક આવવાને કારણે ઢળી પડતા મોતને ભેટ્યો હતો.

હોલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે તે ફોન પર વાત કરતી વખતે દાદર પર પહોંચ્યો અને ત્યાંથી ઢળી પડ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું.

તેનો ફોન લોક ન હતો. સ્થળ પર હાજર ગાર્ડ અને બાઉન્સરે તેના ફોનથી જ પરિવારને જાણ કરી હતી. ગભરાટમાં આવી ગયેલા સંબંધીઓ ફન થિયેટર પહોંચ્યા હતાઅને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ મામલે જિલ્લાના એડિશનલ SP નૈપાલ સિંહે જણાવ્યું કે યુવક ફિલ્મ જોવા ગયો હતો. ત્યાં તેનું મોત થયું હતું. મામલાની તપાસ ચાલી રહી છે.

તાજેતરમાં કાનપુરમાં ફિલ્મ ગદર-2 જોતી વખતે સિનેમા હોલની અંદર હંગામો થયો હતો. આ મામલો સાઉથ એક્સ મોલના PVR સિનેમા હોલનો હતો. આ ઘટનાની શરૂઆત સિનેમા હોલમાં AC ખરાબ હોવાની ફરિયાદ સાથે થઈ હતી. ફિલ્મ જોવા આવેલા કેટલાક દર્શકોએ ગરમી વચ્ચે થિયેટરમાં AC ખરાબ હોવાની ફરિયાદ કરી હતી.

AC લાંબા સમય સુધી ઠીક ન થતાં પ્રેક્ષકોએ હોબાળો શરૂ કર્યો હતો. આ બાબતે બાઉન્સરો સાથે બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. બાઉન્સરોએ ઘણા દર્શકોને માર માર્યો હતો. જેના કારણે તે ઘાયલ થયો હતો. પોલીસ આવતાં જ બાઉન્સરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ પછી લોકોએ ભારે હોબાળો મચાવ્યો અને નારેબાજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com