કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની ભવ્ય સફળતા

Spread the love

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ રાજ્યમાં ભવ્ય સફળતા મેળવી છે.
શ્રમિકો, કામદારોને લાઇફ અને હેલ્થ કવરનો બેવડો લાભ આપતી યોજનાના પાયલોટ પ્રોજેક્ટના તમામ લક્ષ્ય નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી, નિર્ધારિત સંખ્યા કરતાં વધારે શ્રમિકોને આ યોજનાનો લાભ મળ્યો છે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં ખેડાના ૧,૦૩,૫૦૦ સહિત ગુજરાતના ૩,૩૦,૦૦૦ શ્રમિકો, કામદારોને આવરી લેવાયા છે. ખેડા જિલ્લામાં ૧ લાખ પોલિસિ ધારકોને આવરી લેવાનો લક્ષ્ય પૂર્વ નિર્ધારિત ૬૦ દિવસને બદલે માત્ર ૪૬ દિવસમાં જ હાસલ કરી લેવાયો છે.
શ્રમિકના આકસ્મિક નિધન સમયે પરિવારને ૧૦ લાખની સહાય, બાળકોના શિક્ષણ ખર્ચ માટે ૧ લાખ, શ્રમિકનો અકસ્માત થાય-દિવ્યાંગ બને તો તેનું વળતર અને હોસ્પિટલમાં સારવાર ખર્ચની ભરપાઈ જેવા લાભ કવર કરવામાં આવ્યા છે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થતાં તેના સહયોગીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
નડિયાદના આંબેડકર હોલમાં પોસ્ટ વિભાગ દ્વારા યોજાયેલ આ સમારંભમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ કે, અન્ય એશિયન દેશોની સરખામણીએ ભારતમાં લાઇફ ઇન્સ્યોરન્સનું પેનીટ્રેશન વધ્યુ છે. વીમા બાબતે લોકોમાં આવેલી જાગૃતિ અને ભારત સરકાર તેમજ ખાસ કરીને પોસ્ટ વિભાગના સક્ષમ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સામાજિક સુરક્ષા એવા ઇન્સ્યોરન્સ લાભની સૌથી વધુ જરૂર ગરીબ વર્ગને હોય છે, પરંતુ શૈક્ષણિક સામાજિક જાગૃતિના અભાવે, વહીવટી અડચણ અને અમુક ટેકનિકલ કારણોસર આ વર્ગ અત્યંત જરૂરી એવા ઇન્સ્યોરન્સના લાભોથી વંચિત રહી જતો હોય છે. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ ગરીબ વર્ગને સરળતાથી વીમો આપવાની નીતિ ઘડી, જેના પરિણામે જનસામાન્યનો પોલિસિ રેગ્યુલેટર અર્થાત નીતિ નિર્ધારકો ઉપર ભરોસો વધ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ટપાલ વિભાગ દેશનું ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ત્યારે આ યોજનાના માધ્યમથી દેશના અગત્યના ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા ટપાલ વિભાગ ઉપર જનતાનો ભરોસો વધ્યો છે
મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને તેનાથી રાષ્ટ્ર નિર્માણની પરિપાટી આપણને આપી છે. ટપાલ વિભાગ અને અમૂલ જેવી સહકારી સંસ્થાના અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓએ ગરીબોની સેવા કરવાનો જે ભાવ કેળવ્યો તેના કારણે સમયથી પહેલા યોજનાના લક્ષ્યાંક સિદ્ધ કરીને સફળ બનાવી શકાઇ છે.
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, આ ભગીરથ કાર્યની પાછળ સૌ કર્મચારીઓના મનમાં જોબ સેટિસ્ફેક્શન, યોજના સફળ બનાવ્યાનો સંતોષ મેળવવાની છે ભાવના હતી તે કારણભૂત છે. આ યોજના મારી છે અને મારે સફળ બનાવવાની છે એ વિચાર સાથે સૌએ કામ કર્યું છે. શરૂઆતમાં આ ટાર્ગેટ અઘરો લાગતો હતો. પરંતુ ટપાલ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું ગ્રાઉન્ડ વર્ક, ફિલ્ડ પર સતત હાજર રહીને કામ કરવાની પરિપાટી અને પૂરતા ટેકનીકલ સપોર્ટને કારણે આ લક્ષ્યાંક સમયથી પહેલા પરિપૂર્ણ કરી શકાયો છે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંત્યોદય શ્રમિક સુરક્ષાને રાજ્યમાં સફળ બનાવવા બદલ ટપાલ વિભાગ, અમુલ ડેરી અને ખેડા જિલ્લા વહીવટી તંત્રને ટેલિફોનિક ચર્ચા દરમ્યાન અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આવી યોજનાની સફળતા પાછળ જન ભાગીદારી પણ ખૂબ જ મહત્વની હોય છે, વડાપ્રધાન લોક ભાગીદારીની શક્તિ જાણે છે અને એટલે જ દરેક યોજના અને અભિયાનમાં પબ્લિક પાર્ટીશીપેશનનો આગ્રહ રાખે છે.
તેમણે કહ્યું કે, નેતા, નીતિ અને નિયત જો યોગ્ય હોય તો વિકાસ અને જનકલ્યાણના માર્ગે મોટું પરિવર્તન લાવી શકાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ભારત દુનિયાની ફાસ્ટેસ્ટ ઇકોનોમી વાળો દેશ બન્યો છે, તે આ નીતિ અને નિયતનું જ પરિણામ છે.
એક સમયે ભારત મોસ્ટ અનબેંક્ડ કન્ટ્રી હતું, વડાપ્રધાને જનધન યોજના લાવી ગરીબોના બેન્ક ખાતા ખોલાવ્યા, ૫૦ કરોડ જન ધન ખાતા દેશમાં ખુલ્યા અને હવે આપણો દેશ મોસ્ટ બેંક્ડ નેશન બની ગયો છે. જનધન એકાઉન્ટ્સમાં ૨૫ લાખ કરોડ રૂપિયા કોઈપણ લીકેજ વગર સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પહોંચ્યા છે. યોગ્ય નેતા, નીતિ અને નિયતનું જ આ એક આગવું દ્રષ્ટાંત છે.
આ અવસરે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, ખેડા કલેક્ટર કે. એલ. બચાની, જિલ્લા વિકાસ અધિકારી શીવાની ગોયલ, ઇન્ડિયન પોસ્ટ પેમેંટ બેંકના સી.ઈ.ઓ. જે. વેંકટરામુ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ નિરજ કુમાર, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ પવન કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com