આજરોજ કોલવડા સમસ્ત ગ્રામજનો દ્વારા જે પૂર્વજાેએ ગાંધીનગરના વિકાસ માટે જમીન આપી હતી, તે કોલવડા હાલ વિકાસના પંથે નથી, ત્યારે કોલવડાની જમીનમાં જીઆઇડીસી ઊભી કરીને રેસીડેન્સી ન આપતા આજે કોલવડા નો વિકાસ રુંધાઈ ગયો છે, ત્યારે ગુડા અને મનપા દ્વારા શહેરી વિકાસમાં લઈને ટીપી તથા ડીપી જાહેર કરીને કોલવડા ગામમાં ટીપી અને ડીપી જાહેર કરવા એમએલએ સાંસદ સુધી રજૂઆત કરવામાં આવશે, ટીપીના આંતરિક રોડ બનાવવાનું ચાલુ થયું છે, પણ ઘણા ખરા રોડ બંધ હાલતમાં છે, ગટરનું પાણી બ્રેક મારીને રોડ રસ્તા પર આવે છે, ત્યારે વાવોલ ગામની નજીકની ઝુપડપટ્ટી ખસેડીને કોલવડા ગામના પ્રવેશદ્વાર ઘ-૫ રોડ ઉપર વિવેકાનંદની બાજુમાં આવેલી જગ્યા પર વસાવવા હિલચાલ ચાલી રહી છે, જાે આ વસાહત અહીંયા વસાવામાં આવે તો કોલવડા નો વિકાસ રૂંધાઈ જશે, ખેડૂતોના જમીનનું મૂલ્ય શૂન્ય થઈ જશે, વધુમાં રહીશો દ્વારા જણાવેલ કે અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર, પ્રતિક ઉપવાસ, કાળી પટ્ટી બાંધી અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું હતું.