૨૧ કરોડના ખર્ચે બની રહેલા વોટર સ્ટેશનના કામો તકલાદી, નવા કોલમ બનાવવા જશુ જાેરદારનો કમિશ્નરને પત્ર

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરોડો રૂપિયાની નગરના વિકાસ માટે ફાળવવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો મનપાને દૂધની ગાય સમજીને અહીંયા દોહવા બેસી ગયા છે, ત્યારે અગાઉ કોઈ તપાસ કરતું ન હતું બધું ચાલતું હતું પણ જશુ જાેરદારે કામની ગુણવત્તા સામે પ્રહાર કરતા અને કોન્ટ્રાક્ટરોની પુગી બજી ગઈ છે, ત્યારે ૨૧ કરોડના કામમાં તકલાદી કામ કેમ ચલાવી લેવાય? ગાંધીનગર શહેરમાં પાણીના વિતરણ માટે મહાનગરપાલિકા દ્વારા ચરેડી ખાતે ૨૧.૨૪ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના બાંધકામમાં નબળી ગુણવત્તા અને ગેરરીતિ સહિતની ગંભીર ખામીઓ જણાતા આ સ્ટેશનમાં ઉભા કરવામાં આવેલા કોલમ તોડી પાડીને નવા બનાવવા માટે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભલામણ કરી છે. હાલ આ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી સ્ટ્રક્ચર અને કોલમના કામોમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાઇ આવ્યું છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે ચરેડી ખાતે ચાલી રહેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાંધકામમાં અનેક ખામીઓ જાેવા મળી હતી. બાંધકામના ટેન્ડરમાં સ્ટીલ અને સિમેન્ટ કઇ બ્રાન્ડનો ઉપયોગ કરવાનો થશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે અને કોન્ટ્રાક્ટરે તે મુજબ જ સામાન વાપરવાનો હોય છે પરંતુ રજિસ્ટરમાં સિમેન્ટ અને સ્ટીલની બ્રાન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાઇટ પર કઇ સિમેન્ટ આવી અને કઇ બ્રાન્ડનું સ્ટીલ આવ્યું તેનો રજિસ્ટરમાં ઉલ્લેખ થાય તે જરૂરી છે.વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું બિલ્ડીંગ હોવાથી સતત પાણી રહેવાનું છે ત્યારે તેની સામે ટકી શકે તેવું સ્ટ્રક્ચર બનાવવું જરૂરી છે પરંતુ આ સાઇટ પર બનાવવામાં આવેલી કોલમમાં કોંક્રીટ કવર ઘણું ઓછું અને સ્ટીલ સ્ટીરઅપનું સ્પેસીંગ એટલે કે બે સળીયા વચ્ચેનું અંતર નિયમ મુજબ હોવું જાેઇએ તેના કરતા ઘણું વધારે છે જેથી કોલમની મજબૂતી ઘણી ઘટી જશે અને ભવિષ્યમાં અકસ્માત થવાની પણ શક્યતા છે.કોલમની કુલ ઉંચાઇ ૬.૨ મીટર છે જેમાં કોલમમાં સૌથી સ્ટ્રેસવાળો ભાગ ગણાય તેવા સેન્ટરમાં અને કોલમના ટોપમાં સળીયા લેપ કરવામાં આવ્યા છે જે આઇએસ- કોડની જાેગવાઇથી વિરૂદ્ધ છે. આના કારણે પણ કોલમની મજબૂતાઇ ઘટશે. સમગ્ર બાંધકામમાં ૭૫ જેટલા કોલમ તૈયાર કરવાના થાય છે. ગ્રાઉન્ડ લેવલ પર હાલ કોલમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી જેટલા કોલમ તૈયાર થયા છે તેમાં મજબૂતાઇનો પ્રશ્ન હોવાથી તાત્કાલિક અસરથી કોલમ તોડીને નવા બનાવવા પડે તેમ છે. અધિકારીઓનો ખુલાસો પુછાશે કોન્ટ્રાક્ટરના કામમાં ગંભીર બેદરકારી અને ખામી જાેવા મળી છે.આ મામલે અધિકારીઓ દ્વારા નિયમિત ઇન્સ્પેક્શન થવું જાેઇએ અને યોગ્ય કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી જાેઇએ પરંતુ તેમ નહીં થતાં જવાબદાર અધિકારીઓનો ખુલાસો મેળવી તાત્કાલિક કોલમ તોડાવી નિયત ધારાધોરણ મુજબ નવા કોલમ બનાવવા મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરવામાં આવી છે.કોંક્રીટ કવર ઓછું જણાયું છે તેવા તમામ કોલમ તોડી નાખવા જરૂરી કોન્ટ્રાક્ટરનું ચુકવણું પણ અટકાવવા ભલામણ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ તમામ ક્ષતિઓ સુધારવા માટે તાત્કાલિક અમલ કરવો અને એક્શન ટેકન રીપોર્ટ મોકલી આપ્યા બાદ અમારી જાણમાં જ કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવું ત્યાં સુધી ચૂકવણું કરવું નહીં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વોટર સ્ટેશનની લીધેલી મુલાકાતમાં ગોબાચારી સામે આવી હતી. આ દરમિયાન બાંધકામમાં અનેક ખામીઓ જાેવા મળી હતી. જેથી આરસીસી કોલમ તોડી પાડવામાં આવશે.

મનપાને દૂઝણી ગાય સમજતા કોન્ટ્રાક્ટરોના તકલાદી કામ? તગડા ભાવ, કામ બગડ્યા જેવા
૨૧ કરોડના ખર્ચે બની રહેલા વોટર સ્ટેશનના કામો તકલાદી, નવા કોલમ બનાવવા જશુ જાેરદારનો કમિશ્નરને પત્ર

ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com