અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ અમદાવાદ, પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગ ધોળકા એ જરૂરી સુચના આપી દારૂ-જુગારના વધુમા વધુ કેસો શોધવા જણાવેલ. જે અન્વયે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી. પી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જી. કે. ચાવડા બગોદરા પો.સ્ટે. એ પેટ્રોલીંગ દરમ્યાન આ.પો.કો. દિનેશભાઇ ધરમશીભાઇને મળેલ ચોક્કસ બાતમી આધારે બગોદરા પો.સ્ટે વિસ્તારના તારાપુર ચોકડી ખાતેથી ટ્રક નંબર GJ-08-AU-7042 ની પકડી તેમાં ભરેલ બટાટાની આડમાં ટ્રકમાંથી દારૂની પેટીઓ નંગ-૬૬૫ જેમાં દારૂની કુલ બોટલો કિં.રૂ.૩૯,૯૦,૦૦૦/- નંગ-૭૯૮૦ તથા ટ્રક સહિત કુલ રૂપિયા કિં.રૂ.૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને અટક કરી, ગુજરાતમાં ગે.કા. દારૂ ઘુસાડવાનાં પ્રયાસને નિષ્ફળ બનાવી, એક મહિના અંદર દારૂની ત્રીજી ટ્રક પકડી, ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બગોદરા પોલીસ.
પકડાયેલ આરોપીઓના નામ:
(૧) ગોવાભાઇ જગમાલભાઇ ખટાણા (રબારી) રહે.ગામ પાંસવાળ તા.દાંતીવાડા જી.બનાસકાંઠા (૨) જગાજી ઉર્ફે પોપટ ગલાજી રબારી રહે. વડગામ રબારીવાસ તા.વડગામ જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપીઓના નામ
(૩) રતનભાઇ ઉર્ફે રત્નાભાઇ મગનભાઇ રબારી રહે.ભાડલી તા.દાંતીવાડા જી.બનાસકાંઠા (૪) ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મંગાવનાર મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના પરપ્રાંતિયદારૂની પેટીઓ ૬૬૫ કુલ બોટલો નંગ ૭૯૮૦ કુલ કિં.રૂા.૩૯,૯૦,૦૦૦/- (૨) ટ્રક નંબર GJ-08-AU-7042 ની કિ.રૂા.૧૦,૦૦,000/-
(૩) મોબાઇલ ફોન નંગ ૨ કિં.રૂા.૧૦,૦૦૦/-
(૪) પરચુરણ કાગળો કિ.રૂ.૦૦/- વિગેરે મળી કુલ રૂ.૫૦,૦૦૦,૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિ /કર્મચારીઓના નામ
પો.સ.ઇ. જી.કે.ચાવડા, એ.એસ.આઇ કિશોરસિંહ કુંવરસિંહ,અ.હે.કો દિનેશભાઇ ધીરૂભાઇ, અ.હે.કો ગોપાલભાઇ ધીરૂભાઇ બ.નં. ૧૩૬૧, અ.પો.કો. જયંતીભાઇ નાનજીભાઇ, અ.પો.કો મહેશભાઇ બોઘાભાઇ, આ.પો.કો. દિનેશભાઇ ધરમશીભાઇ, બગોદરા પોલીસ સ્ટેશન,