દીકરીઓએ પાળીયાને રાખડી બાંધી રક્ષા બંધનની ઉજવણી કરી

Spread the love

હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે.
ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે. જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી. તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે. ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓને લઇને ત્યા આવે છે અને પાળીયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદૂરીયા વિરલાઓની યાદને તાજી કરે છે.
છેલ્લા ૮ વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા. તે શાળાની દીકરીઓને લઈને પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનની ઉજવણી કરે છે. ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10ની બાળાઓ પાળીયાઓને રાખડી બાંધે છે.
વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વહોરનાર 250 થી વધુ પાળિયાઓ હળવદની આસપાસમાં આવેલા છે અને અડીખમ ઊભા છે. જેથી પાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે અને સમાજને ઐતિહાસીક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિનો વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તોના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com