યુપીના શાહજહાંપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના રોજા વિસ્તારમાં એક 28 વર્ષીય વ્યક્તિએ તેના 31 વર્ષીય પાડોશીનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જેનો પ્રાઈવેટ પાર્ટ કપાયો છે તે વ્યક્તિની બકરી કાપનારના ખેતરમાં ઘુસીને પાક ખાઈ ગઈ હતી એટલે ગુસ્સામાં આવીને તેણે આવું કામ કર્યું હતું.
બકરીઓના મામલે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી આ દલીલ ઝઘડામાં ફેરવાઈ ગઈ અને આરોપી ગુસ્સે થઈ ગયો અને પાડોશીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. પ્રાઈવેટ પાર્ટ કપાઈ જતાં પીડિત બેભાન થઈ ગયો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થિર છે.
આ મામલે પીડિત (બકરીઓના માલિક)એ જણાવ્યું કે પાડોશી ગંગારામ સિંહ સાથે બકરીઓને લઈને તેની લડાઈ થઈ હતી. તેણે મને જમીન પર પટકી દીધો હતો અને પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો, આ પછી હું બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલના બેડ પર હતો. તેણે કહ્યું કે મને અસહ્ય પીડા થાય છે અને ડર છે કે આ ઈજા મારા સામાન્ય લગ્ન જીવન પર અસર કરી શકે છે.
પીડિતની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું કે તેને પ્રાઈવેટ પાર્ટ પર ઊંડો ઘા વાગ્યો નથી. સમય જતા તે રુઝાઈ જશે અને નોર્મલ લાઈફ જીવી શકશે. તેમનું એવું પણ કહેવું છે કે આવા લોકો સાયકોપથ હોય છે અને પોલીસે તેમને પકડીને માનસિક રોગોના ડોકટરો પાસે લાવવા જોઈએ જેથી કરીને તેમની સારવાર કરાવી શકાય. બે વર્ષ પહેલા યુપીના દેવરીયામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવાને બીજા યુવાનનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ કેસમાં પોલીસનું એવું કહેવું છે આરોપી ગંગારામ સામે કડક પગલાં લેવામાં આવશે.
200 રુપિયાના ઘટાડાનો લાભ તમામ લોકોને મળશે હાલમાં 1100 રુપિયામાં એક બાટલો મળી રહ્યો છે જેમા હવે 200 રુપિયાનો ઘટાડો થયો છે આ હવે એક સિલિન્ડર 900 રુપિયાની આજુબાજુ પડી શકે છે.