એક સર્વે, 44 ટકા લોકોનું કહેવું છે કે, રાહુલ ગાંધીની છબીમાં સુધાર આવ્યો છે

Spread the love

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જનતા પાસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. સવાલ ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા હતા. જનતાને સવાલ કરવામાં આવ્યો કે, ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની છબીમાં કેટલો બદલાવ આવ્યો છે? તેના જવાબમાં 44 ટકા લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધીની છબીમાં સુધાર આવ્યો છે.

તો 33 ટકા લોકો એવા હતા જેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની છબી પહેલા જેવી જ છે, કોઈ બદલાવ થયો નથી. આ દરમિયાન 13 ટકા લોકો એવા હતા, જેમણે રાહુલ ગાંધીને લઈને કહ્યું કે, આ યાત્રા બાદ તે વધુ ખરાબ થઈ છે.

એ સિવાય જનતાને એ સવાલ કરાયો કે વિપક્ષમાં બેસીને રાહુલ ગાંધીનું કામ કેવું રહ્યું? આ સવાલના જવાબમાં 34 ટકા લોકોએ રાહુલ ગાંધીના કામ અને ભાષણોને શાનદાર બતાવ્યા. તો 18 ટકા લોકોએ રાહુલ ગાંધીના કામને સારું બતાવ્યું. તો 15 ટકા લોકોએ રાહુલ ગાંધીને વિપક્ષી નેતા તરીકે ‘ઠીકઠાક’ કહ્યા. આ દરમિયાન 27 ટકા લોકો એવા હતા, જેમણે રાહુલ ગાંધીની વિપક્ષી નેતાની ભૂમિકાને ‘બેકાર’ બતાવી. તો 6 ટકા લોકોએ ‘કંઇ નહીં કહી શકીએ’નું ઓપ્શન પસંદ કર્યું.

સુપ્રીમ કોર્ટે હાલમાં જ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા પાછી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તેઓ ફરીથી વાયનાડના સાંસદ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે મોદી સરનેમ કેસમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણયના કારણે રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દીધી હતી. સર્વેમાં જનતાને રાહુલ ગાંધીની સભ્યતાને લઈને પણ સવાલ કર્યા હતા. આ દરમિયાન 31 ટકા લોકોએ આ નિર્ણયને ‘યોગ્ય’ ઠેરવ્યો. તો 21 ટકા લોકોએ આ નિર્ણયને ‘ખોટો’ કહ્યો. આ દરમિયાન 31 ટકા લોકો એવા હતા, જેમણે આ નિર્ણયને રાજનીતિથી પ્રેરિત બતાવ્યો. તો 1 ટકા લોકોએ ‘કંઇ કહી નહીં શકાય’નું ઓપ્શન પસંદ કર્યું.

સર્વેમાં 25 ટકા લોકો કોંગ્રેસના પ્રદર્શનથી ખુશ નજરે પડ્યા, 18 ટકા લોકોને પાર્ટીનું પ્રદર્શન સન્માનજનક લાગ્યું. તો 17 ટકા લોકોને પાર્ટીનું પ્રદર્શન એવરેજ લાગ્યું. સર્વે મુજબ 32 ટકા લોકોએ કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે રાહુલ ગાંધીનો સપોર્ટ કર્યો. 12-12 ટકા લોકોએ સચિન પાયલટ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને વોટ આપ્યા. 9 ટકા લોકોએ પ્રિયંકા ગાંધીનું સમર્થન કર્યું, તો 3 ટકા લોકોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પક્ષમાં આપ્યા. ગાંધી પરિવાર સિવાય કયા નેતા કોંગ્રેસની કમાન સંભાળે તો સૌથી સારું છે? તેનો જવાબ આપતા 26 ટકા લોકોએ મનમોહન સિંહ માટે વોટ કર્યા. 20 ટકા લોકો સચિન પાયલટના પક્ષમાં હતા. તો 7 ટકા લોકોની પસંદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના હાથમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com