એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાય છે. બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર ખાતે 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું અનાવરણ કરાયું હતું. જેના પછી હનુમાન દાદાના ભક્તો ત્યાં મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે. આવમાં સાળંગપુર દાદાનુ અપમાન કરાયુ હોવાનો એક મસમોટો વિવાદ સર્જાયો છે.
ખરેખરમાં આ વિવાદનું કારણ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નિચે જે ભીંતચિત્રો બનાવાયા છે તેના કારણે થઇ રહ્યો છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવાયા છે. જેના કારણે ભક્તોમાં રોષ છે. આ ભિંત ચિત્રોના કારણે હનુમાનજી દાદાનુ અપમાન થયાનો વિવાદ વધ્યો છે, જેનો ભક્તો વિરોધ કરી રહ્યા છે. ભીંતચિત્રોની તતસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
હવે આ ભીંતચિત્રોના વિવાદમાં સાધુ સંતોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને ત્યાં જ આ ભીંતચિત્રોને દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ મામલે શિહોર પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જ્યાં 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. શિહોર પોલીસને અરજી કરીને હવે સાળંગપુર મંદિર પ્રશાસનના સંતો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સાળંગપુરમાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાણય ભગવાનને પગે લાગતા દર્શાવાયા છે જેને લઇ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ ભીંતચિત્રોનો વિવાદ સર્જાવાને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભીંતચિત્રોની ઉપર પીળા રંગનુ કપડું ઢાંકીને વિવાદને ઠંડો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
હવે આ મામલે સાધુ સંતોની બેઠક યોજાઈ શકે છે. ત્યાં જ આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદેશ છે તેવો પણ સવાલ ઉઠવવામાં આવી રહ્યો છે.