ગુજરાતનું કહેવાતું GJ- 18 મહાનગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂર્ણ થવામાં હવે છ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે અનેક નગર સેવકો એવા મહિલાના પતિઓ પોતે મહિલા સીટમાં મેયરપદ મેળવવા અત્યારથી કવાય તે જ કરી દીધી છે. ત્યારે એક મહિલાના પતિ મૂંગેરી લાલે તો મેયર નો સે. -19 નો બંગલો અને મેયરની ચેમ્બરથી લઈને પત્નીને સ્પીચ બોલવાની શીખવાડવા તાલીમ આપી રહ્યા છે, ત્યારે નક્કી પ્રદેશ કક્ષાએ થશે ,પણ કદાચ સેન્સ લેવામાં આવે તો બે ધારાસભ્ય નું વજન પડે છે કે કેમ? તે પ્રશ્નાર્થ છે, ત્યારે ઉત્તરના એમએલએ રીટાબેન પટેલના મતવિસ્તારમાં એક થી 30 સેક્ટર અને અમુક ગામડા આવે છે, ત્યારે દક્ષિણના એમએલએ અલ્પેશજી ઠાકોરને નવા સમાવિષ્ટ એવા ગામો જેવા કે કુડાસણ , રાયસણ, રાંદેસણ કોબા થી લઈને સૌથી મોટો વિસ્તાર વ્યાપ પણ મનપાનો આવે છે, ત્યારે બંને ધારાસભ્યો પોતાના મામકાને મૂકવા ગતિવિધિ તેજ કરે તો નવાઈ નહીં, ત્યારે ઉત્તરના એમએલએ અને દક્ષિણા એમએલએ માંથી કોનું વધારે ઉપજે અને કોના માણસોની નિમણૂક થાય છે, તે પણ ચર્ચાપદ વિષય બન્યો છે.
મહાનગરપાલિકામાં સૌથી વધારે કામો જોવા જઈએ તો એમએલએ કરતા જવાબદારી નગરસેવકની આવે છે, ત્યારે અબજો રૂપિયા ગ્રાન્ટ આવે છે, એમએલએ શહેરમાં કદાચ ગ્રાંટ ન વાપરે અને ગામડામાં વાપરે તો પણ વાંધો નહીં, ત્યારે ઘણા નગર સેવકો ઉત્તરના એમ.એલ.એ તથા દક્ષિણનાં એમ.એલ.એ ની આસપાસ ઘુમરાઈ રહ્યા છે, ત્યારે ઉત્તરના એમએલએ ફુલ ફોર્મ માં કામ કરી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધારે વિકાસ માટે તેમની પહેલ છે ,ત્યારે દક્ષિણના એમ.એલ.એ નો સૌથી મોટો વિસ્તાર છે ,આખો દિવસ ટ્રાવેલિંગ કરે તો પણ પૂર્ણ થાય તેમ નથી ,ત્યારે થોડા દિવસમાં શુભ મુરત જોઈને હવે અલ્પેશજી ઠાકોર પોતે પણ એક કાર્યાલય નવું ખોલવા ગાંધીનગરમાં નજર દોડાવી રહ્યા છે ,ત્યારે ફુલ ફોર્મ માં હવે અલ્પેશજી ટૂંકા જ દિવસોમાં મેદાનમાં ઉતરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ,ત્યારે હવે મહાનગરપાલિકામાં મેયરપદ ,ડેપ્યુટી મેયરપદ અને ચેરમેન પદ મેળવવા હોડતો લાગવાની છે અને લાગી છે, પણ હવે કોની પીપૂડી વાગે છે, તે આવનારા દિવસોમાં તડાફડી પણ થવાની છે, ત્યારે ઉત્તરના એમએલએ ની સેન્સ લેવામાં આવે તો કોની ભલામણ કરે છે? અને દક્ષિણના એમએલએ કોની ભલામણ કરે છે? ત્યારે હવે દક્ષિણા એમએલએ અલ્પેશજી પોતે વિકાસ કામો થાય તે માટે નગર સેવક પણ સારા કોઈ હોદ્દેદાર બને તે માટે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તો નવાઈ નહીં ,બાકી અલ્પેશજીની હૃદયમાં જે ઠસી ગયો એ વસી ગયો, પછી પૂછવું પકડે તો છોડે નહીં, અગાઉ અનેક લોકો સાથે મિત્રતા નિભાવનાર અલ્પેશજી મિત્રતામાં પાવર ફૂલ છે, ત્યારે 41 નગર સેવકોમાં ઘણી કમિટીઓ બનાવીને સચિવાલય મંજૂરી અર્થે સરકારમાં મોકલી આપી છે ,તે મંજૂરી મળે છે કે કેમ? તે પ્રશ્નાર્થ છે, કારણ કે એક હોદ્દેદાનો દર મહિને પગાર, ભથ્થું ,સ્ટાફ, વાહનથી લઈને બેથી અઢી લાખનો ખર્ચ પડે ,તો એવા કયા કામ કરીને ઉંધા વળી ગયા છે, ત્યારે ખર્ચા બચાવવા 156 સીટો ભાજપની હોવા છતાં નાના મંત્રીમંડળમાં ચલાવ્યે રાખે છે અને ટન ટના ટન ચાલે છે, ત્યારે આ મંજૂરી આપીને વર્ષે દહાડે એક કરોડથી વધારે ખર્ચના ખાડામાં નાખવું તે યોગ્ય સરકારને લાગતું નથી.
હાલ મહાનગરપાલિકામાં સરકારમાં મોકલેલી કમિટીની મંજૂરીની રાહ છે, ત્યારે સરકાર દ્વારા 27% ઓબીસી અનામતના કારણે હવે આ કાયદા, નિયમો હોદ્દેદારોમાં બદલાય છે કે કેમ? તે પણ પ્રશ્નાર્થ છે, ત્યારે મેયર પદ થી લઈને ડેપ્યુટી મેયર, ચેરમેન બનવા હોડ લાગી છે, ઘણાને એવું છે કે ફલાણા ચૂંટાયેલા નેતાનું ચાલશે, એમની ભલામણ ચાલશે પણ મહાનગરપાલિકામાં મેયર પદ મહિલા માટે છે, ત્યારે જનરલ છે ,તો ઓબીસી, એસસી ,એસટી ને તો હાથ ધોઈ નાખવા પડે તેવા છે ,પણ ઓબીસી ની 27% અનામત બાદ આ નિયમ કદાચ અહીંયા બદલાય છે કે કેમ?? તે પણ પ્રશ્ન છે કારણ કે હવે આવનારા દિવસોમાં 27% અનામત બાદ આ નિયમ કદાચ અહીંયા બદલાય છે કે કેમ ? તે પણ પ્રશ્ન છે ,કારણ કે હવે આવનારા દિવસોમાં 27% અનામત ઓબીસીના કારણે અનેક રિઝર્વેશન સીટોમાં ઓબીસી નું પ્રભુત્વ વધી જશે ,ત્યારે મેયરપદ માટે હાલ જનરલ ગણવી કે પછી 27% અનામત આપ્યા બાદ કાંઈ ચેન્જ આવે છે કે કેમ? કારણ કે અત્યારે મેયરપદ ચાલુ છે ,જેની મુદત હજુ છ મહિના બાદ પૂર્ણ થવાની છે ,તો 27% નો અમલ એ મોટો પ્રશ્ન મેયરપદ માટે લાગ્યો છે, ત્યારે કોને લોટરી લાગે છે, તે પણ વિષય છે ,જોવા જઈએ તો બ્રહ્મ સમાજને વર્ષોથી અન્યાય થતો આવ્યો છે અને છેલ્લા ત્રણ ટર્મ થી મહિલા હોદ્દેદાર બ્રહ્મ સમાજની બની નથી, અને સૌથી વધારે સંખ્યા મહિલાઓની નગરસેવક તરીકે બ્રહ્મ સમાજની છે, આ વખતે બ્રહ્મ સમાજની પીપૂડી વાગે તેવું સમાજના આગેવાનો પણ જણાવી રહ્યા છે ,બાકી એમએલએ થી લઈને પ્રદેશના નેતાઓ સુધી પોતપોતાના જ્યાં છેડા અડતા હોય ત્યાં સેટિંગ સાથે પગ ચંપી વધી ગઈ છે, ત્યારે છ મહિનાની હજુ વાર છે ,પણ સપના અત્યારથી આવી રહ્યા છે ,ત્યારે ઘરમાં તો નગરસેવક મહિલાનું નામ પણ મેયર સાહેબ પાડી દીધું છે ,ત્યારે હવે મોટો વિસ્ફોટ 27 ટકા અનામત જે સરકાર દ્વારા ઓબીસી માટે જાહેર કરી તેમાં હજુ મેયરપદ માટે છ મહિના બાકી છે, ત્યારે કંઈક ચેન્જ આવી જાય તો ઓબીસી એ સપનું ભલે ના જોયું હોય મેયરનું પણ ગોળ માંગતા ચોખા ઘીનો લાડવો મળી જાય તો નવાઈ નહીં
Box
મેયર ચેરમેન ,ડેપ્યુટી મેયરપદ મેળવવા પગચંપી થી લઈને પ્રદેશના નેતાઓ સુધી ઓળખાણની ખાણ ગોતવા અત્યારથી દોડધામ
27% અનામત ઓબીસી બાદ મનપાં ખાતે પણ છ મહિનામાં સમીકરણ બદલાય તો નવાઈ નહીં, મેયરપદ જનરલ કે ઓબીસી?? તે પ્રશ્ન હાલ વિઘક કહી શકાય, હા ,નિમણૂક નવી થઈ ગઈ હોય તો ઠીક ,બાકી ઓબીસી ની લોટરી મહિલાને લાગે પણ ખરી
અમદાવાદ ,જામનગર, રાજકોટમાં મુદત પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ત્યાં વાંધો નહીં આવે, પણ Gj-18 ખાતે વાંધો આવે તેવી શક્યતા, ઘણા ની મનની મનમાં રહી જાય તેવી શક્યતા
સરકાર દ્વારા ઓબીસી 27% અનામત જાહેર કરતા ઘણા નિયમો ચેન્જ થાય તેવી શક્યતા ,ત્યારે મેયર પદ માટે જનરલ કે પછી ઓબીસી ?તે અહીંયા હજુ છ મહિના સમયે હોવાથી ક્લાઈમેક્સ ચેન્જ ની શક્યતા વધુ