અમદાવાદ
અમદાવાદ દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩થી લઇને ૧ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, શ્રી કનુભાઇ દેસાઇ, તા. ૦૧/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાપી ખાતેથી કરશે.આ યોજના હેઠળ ઉપરોક્ત જણાવેલ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંયુકત રીતે માસિક અને ત્રિમાસિક ડ્રો કરી નીચેની વિગતે માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. ૩૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.