રાજયમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.અમદાવાદમાં પણ મહાનગરપાલિકા, નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપે સેન્સ લેવાની કવાયત શરૂ કરી હતી..અગાઉ ભાજપે દરેક જિલ્લાઓ માટે 3 નિરીક્ષકોની નિયુક્તિ કરી હતી.
6 મહાનગર પાલિકાઓ માટે ત્રણ નિરીક્ષક સેન્સ લેશે. તાલુકા-જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓ માટે જિલ્લા નિરીક્ષકો સેન્સ લેશે. 31 ઓગસ્ટથી 3 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે.રાજ્યમાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની 9 સપ્ટેમ્બરે ટર્મ પૂર્ણ થઈ રહી છે.જ્યારે નગરપાલિકાઓમાં 16 સપ્ટેમ્બરે ટર્મ પૂરી થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર ખાતે આગામી સપ્તાહે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળશે. બેઠકમાં કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની પસંદગી મામલે ચર્ચા થશે. 7 મહાનગરપાલિકામાં નવા હોદેદારોના નામોની ચર્ચા થશે. તદ ઉપરાંત બેઠકમાં જિલ્લા પચાયતના હોદ્દેદારોના નામોની પણ ચર્ચા થશે.