૫ મી સપ્ટેમ્બર – શિક્ષકદિન વિશેષ :ગુજરાતના 3 અધ્યાપકોને ટેકનિકલ અને હાયર એજ્યુકેશનનો ‘નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023’ એનાયત કરવામાં આવશે

Spread the love

ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઝંખના મહેતા સહિત કુલ 3 અધ્યાપકોએ રાજ્યનું નામ રોશન કર્યું : ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇના ડો. સત્ય રંજન આચાર્યએ પણ નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023 જીત્યો

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દેશભરમાંથી એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા કુલ 13 અધ્યાપકોમાંથી 3 ગુજરાતના

અમદાવાદ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા ટીચર્સ નેશનલ એવોર્ડમાં આ વર્ષે ટેકનિકલ અને હાયર એજ્યુકેશન એવોર્ડમાં 3 ગુજરાતી અધ્યાપકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. શિક્ષકદિન પૂર્વે ગુજરાતના ત્રણ અધ્યાપકોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને રાષ્ટ્ર કક્ષાએ રાજ્યનું નામ રોશન કર્યું છે.અમદાવાદના આંબાવાડી ખાતે સરકારી પોલીટેકનિકમાં લેકચરર તરીકે ફરજ બજાવતા શ્રી ઝંખના મહેતા, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર શ્રી ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇ(એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના પ્રોફેસર ડો. સત્ય રંજન આચાર્યને શિક્ષક દિન (5 મી સપ્ટેમ્બર)ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ બહુમાન બદલ ત્રણેય અધ્યાપકોને ભારત સરકાર દ્વારા પ્રમાણપત્ર, ₹50,000 નો કેશ રિવોર્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા હવે આઈટીઆઈ, પોલીટેકનિક, નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના ટેકનિકલ અને હાયર એજ્યુકેશન સાથે સંકળાયેલા પ્રોફેસર અને લેક્ચરરને પણ ‘નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ’ આપવામાં આવે છે.

શિક્ષકો અને અધ્યાપકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને એવા શિક્ષકો અને અધ્યાપકોનું સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ નથી કર્યો, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com