રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારમાં દિન પ્રતિદિન કોરોના પ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનલોક બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેવામાં શુક્રવારના રોજ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીની સિવિલ હોસ્પિ તલની મુલાકાત કરીને અમરેલીમાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને બે દિવસના સમયમાં રાજ્ય સરકારની પાસે કોરોના ટેસ્ટિંગ લેબની માંગણી કરી હતી. સરકાર દ્વારા પરેશ ધાનાણીની માંગણી ન સંતોષવામાં આવતા તે આજે વહેલી સવારથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ઉપ વાસ ની મંજૂરી ન લીધો હોવાના કારણે પરેશ ધાનાણીની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. અમરેલીમાં કોરોન ટેસ્ટીંગ લેબ લઈને હવે રાજકારણ ગરમાયું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારા આ બાબતે મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નું કહેવું છે કે, મેડીકલ કોલેજ અને ટ્રસ્ટ દ્વારા જ અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ મંજૂરી કેન્દ્ર સરકાર પાસેથી માંગવામાં આવી નથી એટલા માટે લેબ શરૂ થઇ શકી નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમરેલીની લેબોરેટરી માટે મારે સ્પષ્ટતા કરવી છે કે, અમરેલી ના શાંતા બા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે, તે કોલેજ સરકારના સહયોગથી શરૂ થઈ છે અને સરકારની નાણાકીય મદદથી શરૂ થઇ છે. મને તમે સ્પષ્ટ જણાવ્યું છે કે, તમે ભારત સરકારની મંજૂરી લઈને લેબોરેટરી શરૂ કરી અને આ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે જે કીટ વાપરવામાં આવે છે તે બધી જ કીટ અને તેના વિના મુલ્ય આપીશું. પણ લેબોરેટરીની મંજૂરી મેળવવાની કાર્યવાહી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી નથી. જ્યાં સુધી મેડીકલ કોલેજ અને ટ્રસ્ટ લેબોરેટરી શરૂ કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી લેબોરેટરી શરૂ થઈ શકે નહીં અને મેં તેને કહ્યું જ છે કે, તમે જો મંજૂરી લાવશો તો તમામ બીજી સગવડ અને જે કીટ દ્વારા દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવે છે તે કીટ અને વિનામૂલ્યે તમને આપીશું. નાયબ મુખ્યમંત્રી નીતિન પ ટેલે વધુમાં કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, ટ્રસ્ટ વહેલામાં વહેલી તકે બધાનો સહકાર લઈને અને લેબોરેટરી ની મંજૂરી મેળવવા માટે ગુજરાત સરકાર પણ કચ્છ ને ભલામણ કરીશું કે, તેમની આ મેડિકલ કોલેજને લેબોરેટરીની મંજૂરી આપે. લેબોરેટરી માટે જે પણ સાધન સામગ્રી વસાવવાની થાય તેની વ્યવસ્થા આ ટ્રસ્ટે કરવાની એટલે પછી અમે બધા સર્વે માટેની ટેસ્ટીંગ કીટ વિના મૂલ્ય આપીશું. અમરેલી | વિકાસ કરવા માટે, સગવડ આપવા માટે અને અમરેલી અગ્રણી જિલ્લો બનાવવા માટે અમારી ભારતીય જનતા પ ક્ષી સરકાર બધી જ રીતે સક્રિય છે. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો આજે રાજકોટની જેલમાં બે કેદી કોરોના સંક્રમિત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટમાં ૨૭ કેસ, ગોંડલમાં પ કેસ, બોટાદમાં પ કેસ, ગીર સોમનાથમાં ૨ કેસ, અમરેલીમાં ૧૬ કેસ નોંધાયા છે અને ધારીમાં બે કોરોના સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.