રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને અમરેલી સહિતના અન્ય વિસ્તારમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે અમરેલીમાં કોરોનાના કેસ વધતા હોવાના કારણે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરકાર પાસે કોરોના ટેસ્ટિંગ લેબની માંગણી કરવામાં આવી હતી.
૨ દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારની સામે ચીમકી ઉચ્ચારી હતી કે, જો ૨ દિવસની અંદર સરકાર દ્વારા અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબોરેટરી ફાળવવામાં નહી આવે તો તે પ્રતીક ઉપવાસ આંદોલન પર ઉતરશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગ લેબની ફાળવણી અમરેલી નહીં કરવામાં આવતા વિપ ક્ષ નેતા પરેશ ધાનાણીને ૧૨ જુલાઈ રવિવાર ના રોજ વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા. અમરેલી સિવિલ હોસ્ ટલમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવા બાબતે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. તેથી આ વાતની જાણ પોલીસ થતા પોલીસ કાફલો અમરેલી, સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આંદોલન કરી રહેલા પ રેસ ધાનાણીને આંદોલન પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે મંજૂરી વગર પ્રતીક ઉપવાસ આંદોલન કરવા બદલ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અટકાયત કરી હતી. પરેશ ધાનાણીએ પોલીસ કહેવા છતાં પણ આંદોલન ન છોડતા પોલીસે તેમની બે હાથ અને પગ પકડી ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી. પોલીસ જે સમયે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરી રહી હતી, તે સમયે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સાહેબ આ લોકશાહી છે, કોઈ પણ વ્યક્તિ પોતાના હક માટે વિરોધ કરી શકે છે. તેની મંજૂરી લેવી જરૂરી ન હોય. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અંગ્રેજો કરતાં પણ બદતર હાલત સરકારની છે. કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે સરકારે અમરેલીમાં પણ લેબ આપવી જોઈએ. આ અંગે સરકારને રજૂઆત કરી છે પરંતુ સરકાર તરફથી યોગ્ય જવાબ નહીં મળતા પ્રતિક ઉપ વાંસ પર બેસવાની ફરજ પડી છે. આ લોકશાહી દેશ છે, કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે વિરોધ કરી શકે છે.