જુહાપુરા વિસ્તારના રહેણાંક મકાનમાંથી એક વ્યકિતને ૩ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપતી  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં યુવાધનને ડ્રગ્સના નશાથી બરબાદ થતાં અટકાવવા તેમજ નશીલા પદાર્થની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જે સુચના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર બી.એસ.સુથારની ટીમના પો.સ.ઇ. શ્રી એ.કે.પઠાણ દ્વારા અમદાવાદ શહેરમાં ચોરી છૂપીથી નશીલા પદાર્થોનું વેચાણ કરતાં આરોપી મોહમદજહાગીર મોહમદઈસ્લામ શેખ રહે,મ.ન.પ અલઅત્તાપાર્ક વિભાગ-૧, અસરાઉલહક ફ્લેટ સામે, જુહાપુરા, વેજલપુર અમદાવાદ શહેરને તેના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી (૧) પાસ પરમીટ વગરનો ગેરકાયદેસરનો બિન-અધિકૃત ગાંજાનો જથ્થો વજન ૩ કિલો ૩૪૫ ગ્રામ કિંમત રૂ.૩૩,૪૫૦/-તથા (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૩૫૦૦/-તથા (૩) અંગજડતીના નાંણા રૂ.૩૧૦/- તથા (૪) પ્લાસ્ટીક મીણીયાનો થેલો નંગ- ૧ કિમત રૂ.૦૦/૦૦- તથા (૫) આરોપીનુ આધારકાર્ડ કિ.રુ.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂ.૩૭,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આરોપી મોહમદજહાગીર મોહમદઈસ્લામ શેખ આજથી આશરે ચારેક માસ પહેલાં તેના મિત્ર મુસ્તકીમ રહે.ફતેવાડી જુહાપુરાની પાસેથી આ ગાંજાનો જથ્થો લાવેલ હોવાની હકિકત જણાવેલ . આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ ‘બી’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૦૨૩૮/૨૦૨૩ એન.ડી.પી.એસ. એક્ટ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્ જે.બી.પરમાર એ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com