શહેરનાં ૭ ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલ ૫૮ જેટલા પશુઓ પકડ્યા અંને પોલીસ સ્ટેશનમાં સાત ફરિયાદ કરાઇ 

Spread the love

અમદાવાદ

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી આજરોજ શરૂ કરાવેલ છે.જે અન્વયે શહેરનાં ૭ ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલ ૫૮ જેટલા પશુઓ પકડવામાં આવેલ છે.તથા જમાલપુર, અમરાઇવાડી, રાધારમણ સાસાયટી, અનિલ સ્ટાર્ચ મીલ ની પાસે, સરદાર નગર બઝાર રોડ, સીટી ગોલ્ડ સિનેમા રોડ અને મણીધર મહારાજ પાસે ગેરકાયદેસર ઘાસ વેચતા ઇસમો વિરુધ્ધ જે-તે પોલીસ સ્ટેશનમાં ૭ પોલીસ ફરિયાદ કરાયેલ છે તથા ૨૩૫ ક્રિ.ગ્રા ઘાસચારો જપ્ત કરેલ છે. ૩૬ જેટલા પશુઓમાં RFID ચીપ અને ટેગીંગ કરવામાં આવેલ. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ બાંધીને રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે તેની તકેદારી રાખવા પશુમાલિકો/ પશુપાલકોને તાકિદ કરવામાં આવે છે.

રખડતા પશુત્રાસ અટકાવ અને નિયમન પોલીસી-૨૦૨૩ના એકશનપ્લાનની ઝોનવાઇઝ અમલવારી અન્વયે હાથ ધરવામાં આવેલ વિવિધ પગલાઓઃ-

→ પશુ નોંધણી તથા RFID ચીપ અને ટેગ પશુઓમાં લગાવવાની ચકાસણી કરવી. → પશુ નોંધણી તથા RFID ચીપ અને ટેગ લગાવ્યા સિવાયના પશુઓ પકડવા. જાહેરમાં રખડતા મૂકવામાં આવેલ પશુઓ પકડવા પોલીસ કમિશનરશ્રીના જાહે૨માંની અમલવારી કરવી.

→ પશુ રાખવાની જગાની ચકાસણી કરવી જેઓ પાસે પશુ રાખવાની જગા નથી તેમજ સ્વ ખર્ચે પશુઓ અન્યત્ર શહેર બહાર શીફટ કરવા નોટિસ આપવી.

→ ઉપલબ્ધ જગાના પ્રમાણમાં પશુઓ રાખતા હોવાની ચકાસણી કરવી. > જાહેરમાં ખુલ્લામાં વેચાતો ઘાસચારો જપ્ત કરી પગલા ભરવા.

> પોતાની જગામાં વેચવા લાયસન્સ લેવા સમજૂત કરવા.

> પશુ રાખવાની જગા હોય તેઓએ ૯૦ દિવસમાં લાયસન્સ / પરમીટ લેવા સમજૂત કરવા. > અરજદારે ઝોનના મુખ્ય સિવિક સેન્ટરમાંથી અરજી ફોર્મ, એકરારનામુ વિના મૂલ્યે મેળવી શકશે.

> અરજીફોર્મમાં નિયત નમૂનાની વિગતો ભરી એડ્રેસપુ≠, ફોટો આઇડી પ્રુફ, પશુ રાખવાની જગાના ફોટોગ્રાફ,પશુનોધણીની રસીદ તથા ટેગ નંબર, એફીડેવીટ વિગેરે પુરાવા સાથે ઝોનના મુખ્ય સિવિક સેન્ટરમાં અરજી જમા કરાવી શકાશે.

> અરજીફોર્મ,પુરાવાઓ, પશુરાખવાની જગાની ચકાસણી સ્થળ તપાસ,ચકાસણી કરી એસ.એસ.આઇ પીએચ.એસ. યોગ્ય જણાયેથી વોર્ડમાં આસી.મ્યુનિ.કમિશનરશ્રીની મંજુરી મેળવી લાયસન્સ/ પરમીટના નાંણા ભરવા અરજદારને જાણ કરશે.

> અરજદારે સિવિક સેન્ટરમાં લાયસન્સ માટે રૂ.૫૦૦ તથા પરમીટ માટે રૂ.૨૫૦ ભર્યેથી ત્રણ વર્ષ માટે લાયસન્સ / પરમીટ & ઝોનના મુખ્ય સિવિક સેન્ટરમાંથી ઇસ્યુ કરવામાં આવશે.

> જેની મુદત પુરી થયાના એક માસ પહેલા ઉપર મુજબથી સિવિક સેન્ટરમાં ચાર્જ ભરી ત્રણ વર્ષ માટે રિન્યુકરાવી શકાશે.

> ઘાસચારાના વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે ઝોનના સિવિક સેન્ટરમાં નિયત નમુનાની અરજી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com