અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી,ઝોન- પ,તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી “આઇ” ડીવીઝન અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય અને જાહેરાત કરનાર વિપુલભાઈ જયંતીભાઇ શાહ રહે.૧ વંદનપાર્ક સોસાયટી ઇલાજ ફાટકની બાજુમા ખોખરા અમદાવાદ શહેર નાનો દિકરો જય વિપુલભાઈ જયંતીભાઈ શાહ ઉ.વ.૧૬ વર્ષ ૦૬ માસનો પોતાના ઘરેથી પોતાના ઘરેથી કોઈને ક્યાં વગર નીકળી ગયેલ હોય અને જેથી તેના માતા-પિતા દ્રારા પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.વાય.પટેલ દ્વારા ગુમ થનાર છોકરાને શોધી કાઢવા ખોખરા પો.સ્ટે. “શી” ટીમ તથા પોલીસ સ્ટાફનના માણસોની અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે આધારે સદરી ગુમ થનાર છોકરો નામે જય વિપુલભાઇ જયંતીભાઈ શાહ ઉ.વ.૧૬ વર્ષ ૦૬ નાઓને ગણતરીના કલાકોમા શોધી કાઢી તે બાળકને શોધી કાઢી પરિવારને સોંપતા લાગણી સભર દ્રશ્યોઁ પોલિસ સ્ટેશનમાં સર્જાયા ખોખરા પોલિસની આ કામગીરીને રહિશો દ્રારા વિશેષ આભાર માનીને પોલીસ સતત સેવા અને સુરક્ષા સાથે તેમની આ પ્રજા તેમજ નાગરિકોની સેવાકીય કામગીરી ને બિરદાવી માનવતા વાદી ઉદાહરણ પુરૂ પાડી ખુબ જ સરહાનીય કામગીરી કરેલ છે.