શહેરમાં કોઈપણ વ્યક્તિને SBI બેન્ક વિશે પૂછો તો કહે ટન ટના ટન ટન, પણ એસબીઆઇના સ્ટાફથી તોબા, ત્યારે વર્ષો પહેલા ખોલાવેલા ખાતા અને મોટાભાગના પેન્શનરો નું પેન્શન અહીં જમા થતા સિનિયર સીટીજનોને ઘણીવાર હેરાનગતિ પણ ભોગવી પડે છે ,ત્યારે ધી ગુજરાત પેન્શનર એસોસિયેશન વતી અને શહેર વસાહતના પ્રમુખ કેસરીસિંહ બીહોલા દ્વારા લેખિતમાં જનરલ મેનેજરને પત્ર પાઠવીને શહેરની સેક્ટર ૧૦ જૂના સચિવાલય પાસે નવા સચિવાલય ગેટ સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેઈન શાખા તથા નવા સચિવાલય બ્લોક નં ૩ ત્રીજા માળે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના તમામ મોટા ભાગના ખાતેદારો કમૅચારીઓ અધિકારીઓ તથા પેન્શનરો છે ચાલું કમૅચારીઓ અધિકારીઓની માસિક પગાર તથા નિવૃત્ત કમૅચારીઓના પેન્શન સરકાર દ્વારા સ્ટેટ ઓફ ઇન્ડિયા બેંકમાં તિજાેરી કચેરી દ્વારા નિવૃત્ત કમૅચારીઓ ના પેન્શન જમા થતા હોયછે જેનો અગાઉ જમા થયેલ રકમના મેસેજ ખાતેદારો ને નિયત તારીખે મેસેજ બેંક દ્વારા મોબાઇલમાં આવી જતા હતા પરંતુ નિવૃત્ત કમૅચારીઓની ફરીયાદ મળેલી છે કે પેન્શનરોના નિયત તારીખે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં તિજાેરી કચેરી દ્વારા જમા થતા પેન્શનરોના જમા પેન્શનના તથા નાણાકીય લેવડ દેવડ ના ઓનલાઇન મોબાઇલમાં એડ કરાવ્યા છતાં તથા દરમાસે મેસેજનો ચાજૅ વસુલવામાં આવેછે પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા છ માસથી પેન્શનરોને મેસેજ મળતા નથી અને અમારા બેંક એકાઉન્ટમાં થી નાણાકીય લેવડ તથા જમા નાણાંની માહિતી મળતી નથી આથી કોઈ અગમ્ય કારણોસર એકાઉન્ટમાં ગેરકાયદેસર ખોટી રીતે જાણે અજાણે નાણાકીય લેવડ દેવડના વ્યવહાર થઈ જાય અને નાણાં બારોબાર ઉપડી જાય તો મેસેજ ને અભાવે ખાતેદારો એ નુકસાન ભોગવવા નું બની શકે આથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઈલેક્ટ્રોનિક કમ્પ્યૂટરી ખાતેદારો ને મેસેજ મોકલવાની ક્ષતિ હોયતો દુર કરી તાકીદે દરેક ખાતેદારો ને મોબાઇલમાં મેસેજ મોકલી આપવા માટે વ્યવસ્થા કરી જે મેસેજ જેટલા મહીનાથી બંધ થઈ ગયેલ છે અને ચાજૅ વસુલવામાં આવેલછે તેવા ખાતેદારોના એકાઉન્ટમાં નાણાં મજરે આપવા વિનંતી છે.