અમદાવાદના કાંકરિયા પૂર્વ બાજુએ આવેલ આમ્રપાલી સામેના સર્કલમાં જીરાફ સ્ટેચ્યુ આગળ શિક્ષણવિધ સ્વ. શ્રીમતી પ્રભાવતીબેન રજનીકાંત શુકલ ચોક કરવા અને તેની સામે કાંકરિયા જતા માર્ગને શિક્ષણવિદ શ્રીમતી પ્રભાવતીબેન રજનીકાંત શુક્લ માર્ગ કરવા ઉચ્ચ કક્ષાએથી લઈને અમદાવાદના મેયર કિરીટ પરમાર સમક્ષ સ્વાતંત્ર સેનાની પરિવારના શુક્લ દાદા (મોસ્ટ સિનિયર સિટીઝન) દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે.
અગાઉ મણીનગર ખાતે બસ સ્ટેન્ડ આવેલ છે તે શુકલ પરિવારના નામે એટલે કે સ્વાતંત્ર સેનાની ના નામે છે, ૧૯૬૬ થી મ્યુ.સરકારી શાળામાં ભણાવતા અને સરકાર તરફથી એવોર્ડ પણ મળેલ છે, ત્યારે રજનીકાંતભાઈ શુકલ દ્વારા રજૂઆત ઉચ્ચકક્ષાઈ કરવામાં આવેલ છે.
બોક્સ:-
મણિનગર પાસે આવેલા બસ સ્ટેન્ડ પણ શુકલ દાદા ના નામે છે ,ત્યારે થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા જાેહુકમી થી નામ બદલી દીધેલ, જે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા અને અગાઉ વર્ષો પહેલા ઠરાવથી પાસ થયેલ ,ત્યારે આવી લાલિયા વાડી કરતાં લડાકુ શુકલ દાદા પરિવાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલ, ત્યારબાદ હવે શુકલ દાદા ના સ્વ. ધર્મપત્ની ના નામે ચોક અને માર્ગ નું નામ નામાભિકરણ કરવા દાદા અનેક જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે.