વિરોધપક્ષના નેતા દ્વારા  તમામ બ્રીજ ઇન્કપેકશનનો રીર્પોટ જાહેર કરવા મેયરને પત્ર લખી માંગણી

Spread the love

એએમસી વિરોધ પક્ષ નેતા શહેજાદખાન પઠાણ

એએમસી વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે તમામ બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ જાહેર કરવા આજે મેયર ને પત્ર લખ્યો હતો. મેયરના શાસન દરમ્યાન અમદાવાદ શહેરમાં બનેલ હાટકેશ્વર બ્રીજના કામમાં ગેરરીતી તથા ભષ્ટ્રાચાર ઉજાગર થયેલ હતો જેને લઇને શહેરના તમામ બ્રીજનું નિરીક્ષણ કરવાની ફરજ પડેલ હતી અમદાવાદ શહેરમાં અન્ડરપાસ, રીવર બ્રીજ, ફલાયઓવર બ્રીજ, રેલ્વે બ્રીજ મળી વિવિધ કુલ ૮૨ બ્રીજો છે જેમાંથી ૭૦ બ્રીજનું મેઇન્ટેનન્સ મ્યુનિ.કોર્પો કરે છે અને ૧૨ બ્રીજનું મેઇન્ટેનન્સ રેલ્વે બોર્ડ કરે છે થોડા સમય પહેલાં મોરબી બ્રીજની દુઃધટના બાદ શહેરના તમામ બ્રીજોનું નીરીક્ષણ કરવાની વાત કરેલ હતી પરંતુ કમનસીબે હાલ માત્રને માત્ર ૩૦ જેટલા બ્રીજોનું નિરીક્ષણ મ્યુનિ તંત્ર દ્વારા થયેલ છે એટલે કે ૫૨ જેટલા બ્રીજોનું ઇન્કમ્પેશન બાકી છે તેમ છતાં હજુ સુધી એક પણ બ્રીજના નીરીક્ષણનો રીર્પોટ જાહેર કરવામાં આવેલ નથી ઓકટોબર – ૨૦૨૨માં મોરબી દુઃધટના થવા પામેલ તેને ૧૧ માસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી મ્યુ.કોર્પોનું તંત્ર કે સત્તાધારી ભાજપ આ ઇન્કપેશનનું કામ જે ખાસ અગત્યનું અને પ્રજાની સલામતી બાબતે હોવા છતાં પૂર્ણ કરી શકેલ નથી હાલના મેયરશ્રીની ટર્મ થોડા દિવસોમાં પુરી થનાર છે જેથી મેયરશ્રી દ્વારા શહેરના તમામ બ્રીજ નીરીક્ષણનો રીર્પોટ મેયરશ્રીની ટર્મ પુરી થયા તે પહેલાં તાકીદે પ્રજાહિતમાં જાહેર કરવો જોઇએ પ્રજા અને મીડીયા સાચી પરિસ્થિતિથી વાકેફ થઇ નગરજનો પોતાની સલામતી બાબતે નિશ્ચિંત રહે.હાટકેશ્વર બ્રિજના તથા મહંમદપુરા ફલાયઓવર બ્રિજ તુટી જવા પામેલ તે કામમાં થયેલ ગેરરીતી ઉજાગર થવા પામેલ છે કોર્કીટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાવાળા પુરવાર થયા છે. તેમ છતાં સત્તાધારી ભાજપ કે તંત્ર તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભષ્ટ્રાચાર છુપાવવા બ્રિજના નીરીક્ષણનો રીર્પોટ જાહેર કરતાં નથી અને ભષ્ટ્રાચાર છુપાવવા હવાતિયાં મારે છે અને તે બાબતે મેયરશ્રી મુક પ્રેક્ષક થઇ તેની અવગણના કરી જે શરમજનક બાબત છે મેયરશ્રી તરીકે તેઓ દ્વારા નિષ્પક્ષ રહી પ્રજાનું હિત જોવાનું હોય છે મેયરશ્રી કોઇ પણ રાજકીય પક્ષના હાથા બને તે આદર્શ લોકશાહી માટે નુકશાનકારક છે જે ખૂબજ ગંભીર બાબત છે. મ્યુ.કોર્પો.ના તંત્રમાં સત્તાધારી પક્ષના ખોટા વલણને અને ખોટી દખલગીરી કારણે મેયરપદની નિષ્ઠા પ્રત્યે અનેક શકાં-કુશંકા ઉભી થવા પામેલ છે.વિરોધપક્ષ તરીકે અમોએ વખતોવખત આવી કામગીરીઓમાં પારદર્શકતા જાળવવા અને કામોની ગુણવત્તાનું સ્તર જાળવી પ્રજાની સલામતી અને સુરક્ષા અને સુવિધાને પ્રાયોરીટી આપવા વારંવાર રજૂઆતો કરેલ છે. જે બાબતે દુ;લક્ષ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહી. જેથી પ્રજાની સલામતી અને સુરક્ષા માટે અમદાવાદ શહેરના તમામ બ્રિજોના નીરીક્ષણનો રીર્પોટ પ્રજાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇ મેયરશ્રીની ટર્મ પુરી થયા તે પહેલાં તાકીદે જાહેર કરવા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી દ્વારા મેયરને પત્ર લખી માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com