અમદાવાદ
પોલીસ કમિશ્નર અમદાવાદ જી.એસ.મલિક સાહેબ તથા અધિક પોલીસ કમિશ્ન રસેક્ટર-૧ શ્રી ચિરાગ કોરડીયા સાહેબ નાઓ તરફથી અમદાવાદ શહેર વિસ્તારમાં ક્રોસ રેઇડ કરી દારૂ/જુગારની અસામાજિક પ્રવુતિ નેસ્ત નાબુદ કરવાની ઝુંબેશના ભાગરૂપે મળેલ સુચના મુજબ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગેમ્બલીંગ બુટલેગર ઇરફાન મુશાભાઇ ઘાંચીવોરા તેના મળતીયા માણસો રાખી સરખેજ ખાતેની જાગ્રુતિ સ્કુલની પાછળ, બિલાલ પાર્ક સોસાયટીમાં આવેલ મ.ન.૦૨ ખાતે જુગારધામ ચલાવે છે જે જુગારધામ હાલમાં ચાલુ છે જે જગ્યાએ રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની હોય જે સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી શ્રીપાલ શેષમા સાહેબ નાઓના માર્ગદર્શન અને સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી-૨ સ્કોડના પો.સબ.ઇન્સ આઇ.ડી.પટેલ તેમજ સ્ટાફના માણસો તથા કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો સાથે રાખી ઉપરોક્ત હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા જણાવેલ મકાનમાં જુગારધામ ચાલુ હાલતમાં મળી આવતા આરોપી (૧) ઇકબાલભાઇ મુસાભાઇ ઘાંચીવોરા ઉ.વ.૪૬ રહે.મ.ન.૦૨ બિલાલ પાર્ક સોસાયટી,જાગૃતી સ્કુલની પાછળ,સરખેજ, અમદાવાદ શહેર+૧૮-૧૯ નાઓ પૈસા, પાના તથા પ્લાસ્ટીકના અલગ લગ દરના કોઇન વડે નાણાંની હારજીતનો જુગાર રમી રમાડતા હોય તમામની અંગ ઝડતીમાંથી મળેલ રોકડ નાણા રૂ.૧૨,૧૬૦/- તથા જુગારમાં વપરાતા કોઇનના દરના રોકડા નાણા રૂ.૯૨,૬૪૦/- મળી કુલ્લે રોકડા નાણાં રૂ.૧,૦૪,૮૦૦/- તથા અલગ અલગ દરના કોઇન નંગ-૩૦૭ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૬ કિં.રૂ.૧,૦૨,૨૦૦/- તથા જથ્થાબંધ ગંજીફાના પાના તથા કેટ નંગ-૧૨ તથા હિસાબ કિતાબની ડાયરી નંગ-૦૧ તથા હાજરી કાર્ડ નંગ-૧૧ તથા થેલી નંગ-૦૧ તથા બોલપેન નંગ-૦૧ તથા ગ્રાઉન્ડ ડેસ્ક બોર્ડ નંગ-૦૨ જે તમામની કિ.રૂ.૦૦/૦૦ તથા અલગ અલગ કંપનીના ટુ વ્હિલર નંગ-૦૬ જેની કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૮૭,૦૦૦/- ની મતા ના મુદ્દામાલ રેઇડ દરમ્યાન મળી આવેલ તેમજ સદર જુગારધામ ચલાવનાર ઇરફાન મુશાભાઇ ઘાંચીવોરા રહે.બિલાલ પાર્ક સોસાયટી વિભાગ-૨, જાગૃતી સ્કુલની પાછળ,સરખેજ, અમદાવાદ શહેર નાનો રેઇડ દરમ્યાન ગુનાવાળી જગ્યાએ હાજર મળી આવેલ ના હોય સદરીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ “બી” ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૩૦૭૬૬/૨૦૨૩ ધી જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરાવી પ્રશંસનીય કામગીરી કરતો એલ.સી.બી-૨.
પકડાયેલ આરોપીઓ
(૧) ઇકબાલભાઈ મુસાભાઇ ઘાંચીવોરા ઉ.વ.૪૬ રહે.મ.ન.૦૨ બિલાલ પાર્ક સોસાયટી,જાગૃતી સ્કુલની પાછળ,સરખેજ, અમદાવાદ શહેર
(૨) રીયાઝ સ/ઓ ઇકબાલભાઇ ઉમડીયા ઉ.વ.૨૦ રહે.મ.ન.૦૨ બિલાલ પાર્ક સોસાયટી,જાગૃતી સ્કુલની પાછળ,સરખેજ, અમદાવાદ શહેર
(૩) યાસીન સ/ઓ અલ્લારખાભાઇ જીવાણી ઉ.વ.૩૨ રહે.મ.ન.૦૬ સિલ્વર પાર્ક સોસાયટી, સુકુન સોસાયટી પાછળ, સરખેજ, અમદાવાદ શહેર
(૪) ઉમરભાઇ ઇસુબભાઇ મીણાપરા ઉ.વ.૩૪ રહે.મ.ન.૧૨૧ આયશા પાર્ક, અશરફી મસ્જીદ પાછળ, સરખેજ,
અમદાવાદ શહેર (૫) શનાજી કાંતીજી ઠાકોર ઉ.વ.૬૫ રહે.ટેકરાવાળોવાસ, અંબાજી મંદિરની સામે, વેજલપુર ગામ, વેજલપુર,
અમદાવાદ શહેર
(૬) ઇકબાઇ ગનીભાઇ કુરેશી ઉ.વ.૬૧ રહે.મ.ન.૧૫૯૬ ચુડીઓળ, ત્રણ દરવાજા પાસે, કારંજ, અમદાવાદ શહેર (૭) સિરાજભાઇ નુરમહંમદભાઇ વોરા ઉ.વ.૫૩ રહે.મ.ન.૬૦૩ તનજીલ રેસીડન્ટ, પટેલવાસ, દાણીલીમડા
ગામ, દાણીલીમડા, અમદાવાદ શહેર (૮) મહંમદહુશેન ઇબ્રાહીમભાઇ વોરા ઉ.વ.૬૧ રહે.મ.ન.૧૮૭૯ કાદરીની ચાલી, જય શંકર સુંદરી હોલની બાજુમાં, રાયખડ, ગા.હવેલી, અમદાવાદ શહેર
(૯) હનીફખાન ઉમરખાન બેલીમ ઉ.વ.૫૯ રહે.મુખીની ચાલી, ગુજરાત પ્રેસ રોડ, સફી મંજીલ, શાહ આલમ,
અમદાવાદ શહેર (૧૦) સફીઅહેમદ નજીરઅહેમદ કુરેશી ઉ.વ.૬૨ રહે.મ.ન.૩૬ અલ ખેબર રો-હાઉસ, સોનલ સિનેમા રોડ, જુહાપુરા,
અમદાવાદ શહેર
(૧૧) મોહંમદવફાતી સુબરાતીભાઇ મન્સુરી ઉ.વ.૫૨ રહે.મ.ન.૧૪ અપના નગર, અલ મદિના મસ્જીદ પાસે,
જુહાપુરા, અમદાવાદ શહેર
(૧૨) મોહંમદહનીફ ઇદુખાન શેખ ઉ.વ.૪૭ રહે.મ.ન.૦૩ બાગે નશીરી ડુપ્લેક્ષ, ગોલ્ડન ફ્લેટની બાજુમાં, ફતેવાડી
કેનાલ, ફતેવાડી, અમદાવાદ શહેર (૧૩) અબ્દુલગની કાદરભાઇ શેખ ઉ.વ.૫૭ રહે.મ.ન.સી/૧૪૭ સંકલીત નગર, રીજવાન સોસાયટીની બાજુમાં,
જુહાપુરા, અમદાવાદ શહેર
(૧૪) મુસ્તુભાઇ પ્યારભાઇ મોમીન ઉ.વ.૫૪ રહે.વચલોવાસ, શેલા ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ (૧૫) આશીફ સ/ઓ ઇનુશભાઇ કુલધારા ઉ.વ.૨૨ રહે.મસ્જીદવાળી ચાલી, ભાથાણ ગામ, તા.લીમડી, જી.સુરેન્દ્રનગર
(૧૬) મેહમુદભાઇ ગુલામનબી શેખ ઉ.વ.૫૦ રહે.મ.ન.૩ બિલાલ પાર્ક-૨, જાગૃતી સ્કુલની પાછળ, સરખેજ, અમદાવાદ શહેર
(૧૭) ફરીદભાઇ હાજીભાઇ વોરા ઉ.વ.૬૪ રહે.આપાભાઇની ચાલી, જાંબુવાસની પાસે, સરખેજ, અમદાવાદ શહેર
(૧૮) ઘનશ્યામભાઇ ભવાનીશંકર પંડ્યા ઉ.વ.૭૦ રહે.મ.ન.એચ/૩૦૩ શાયોના તીલક-૩, વંદે માતરમ, ગોતા, અમદાવાદ શહેર (૧૯) રેમાનભાઇ હાસમભાઇ ફુલધારા ઉ.વ.૩૬ રહે.મ.ન.૧૩૫ બાગે મશીરા, કાદરી પાર્ટી પ્લોટ પાસે, ગજાલા ફાર્મની બાજુમાં, ફતેવાડી, અમદાવાદ શહેર
વોન્ટેડ આરોપી
ઈરફાન મુશાભાઇ ઘાંચીવોરા રહે.બિલાલ પાર્ક સોસાયટી વિભાગ-૨, જાગૃતી સ્કુલની પાછળ,સરખેજ, અમદાવાદ શહેર
મુદ્દામાલ
(૧) અંગ ઝડતીમાંથી મળેલ રોકડ નાણા રૂ.૧૨,૧૬૦/-
(૨) જુગારના હિસાબ કિતાબના રોકડા નાણા રૂ.૯૨,૬૪૦/- મળી કુલ્લે રોકડા નાણાં રૂ.૧,૦૪,૮૦૦/-
(૩) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૬ જે તમામની કિં.રૂ.૧,૦૨,૨૦૦/-
(૪) જથ્થાબંધ ગંજીફાના પાના તથા કેટ નંગ-૧૨ તથા અલગ અલગ દરના પ્લાસ્ટીકના કોઇન નંગ ૩૦૭ તથા હિસાબ કિતાબની ડાયરી નંગ-૦૧ તથા હાજરી કાર્ડ નંગ-૧૧ થેલી નંગ-૦૧ તથા બોલપેન નંગ-૦૧ તથા ગ્રાઉન્ડ ડેસ્ક બોર્ડ નંગ-૦૨ જે તમામની કિ.રૂ.૦૦/૦૦
(૫) અલગ અલગ કંપનીના ટુ વ્હિલર નંગ-૦૬ જેની કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી
કુલ્લે કિ.રૂ.૩,૮૭,૦૦૦/- ની મતા ના મુદ્દામાલ