નિકુંજના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ૧૦૮ મારફતે અસારવા સિવિલ હોસ્પીટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરાયા બાદ મૃત્યુ પામ્યો
અમદાવાદ
ગઈકાલ તા.૦૨/૦૮/૨૦૨૩ ના રાત્રે દસ વાગ્યાના સુમારે એમ ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ હદ વિસ્તારમા આવેલ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન થી ચંદ્ઘનગર તરફ જતા રીવરફ્રન્ટ વેસ્ટ રોડ સ્પોર્ટ કોમ્પલેક્ષ ત્રણ રસ્તા જાહેર રોડ ઉપર નિકુંજ જયંતીભાઈ સોલંકી ઉ.વ.૨૯, પોતાના કબ્જાનુ મો.સા. નંબર GJ-27-DJ-1195નું ચલાવી જતો હતો તે વખતે એક પલ્સર મો.સા નંબર GJ- 01-MS-8513 ના ચાલકે પોતાના કબ્જાનુ પલ્સર મો.સા. પુરઝડપે બેદરકારી ભરી રીતે અન્ય માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી નિકુંજના મો.સા. સાથે અકસ્માત કરતા નિકુંજના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ૧૦૮ મારફતે અસારવા સિવિલ હોસ્પીટલના ટ્રોમા વોર્ડમાં લાવી દાખલ કરેલ જ્યા તેઓની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ફરજ પરના ડો.એ તા.૦૩/૦૯/૨૦૩ ના સવારે બે વાગે નિકુંજ ઉ.વ.૨૨ ને મરણ જાહેર કરેલ છે જે બાબતે મરણ જનારના કાકા તુલસીભાઈ બિજલભાઈ સોલંકી ઉ.વ.૫૩ રહે.૯૯૯ હનુમાન મંદીરની ચાલી ખોડીયાર નગર બહેરામપુરા અમદાવાદ શહેર નાઓની અત્રેના ઈન્વે સ્કોડ હે.કોન્સ રાયમલભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૯૩૦૪ નોકરી. એમ ડિવીઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર નાઓએ તેઓના રૂબરૂની ફરીશ્રીની ફરીયાદ હકીકત લખ લઈ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અકસ્માત કરનાર પલ્સર મો.સા.નંબર GJ-1-ડા 8513 ના ચાલક નાઓને અટક કરવાની તપાસ તજવીજ હાથ ઘરેલ છે.