વિપક્ષી ગઠબંધન ઈંડિયાની મુંબઈમાં થયેલી ત્રીજી બેઠકના એક દિવસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ સાથે મુલાકાત થઈ હતી. તેનો વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી અને લાલૂ પ્રસાદ એક સાથે મટન બનાવતા દેખાઈ રહ્યા છે. આ દરમ્યાન લાલૂ પ્રસાદે કોંગ્રેસ સાંસદને પોતાના હાથે મટન બતાવતા શિખવાડ્યું અને સાથે સાથે રાજનીતિક મસાલા વિશે પણ જ્ઞાન આપ્યું હતું. લાલુએ કહ્યું કે, નેતાને સંઘર્ષ કરવો જોઈએ અને અન્યાય વિરુદ્ધ લડવું જોઈએ.
રાજ્યસભા સાંસદ અને લાલૂ પ્રસાદની દીકરી મીસા ભારતીના દિલ્હીમાં આવેલા નિવાસસ્થાન પર રાહુલ ગાંધી માટે લાલૂ પ્રસાદ યાદવે મટન બનાવ્યું હતું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયોની ઝલક શેર કરતા લખ્યું છે કે લોકપ્રિય નેતા લાલૂજી પાસેથી તેમની સીક્રેટ રેસિપી અને રાજકીય મસાલા પર રસપ્રદ વાતો કરી.
આ વીડિયોમાં આરજેડી સુપ્રીમો કહે છે કે, તેમણે આ મટન બિહારથી મગાવ્યું છે. તો વળી રાહુલ ગાંધી પુછે છે કે, તમે પહેલી વાર ખાવાનું બનાવવાનું ક્યારે શિખ્યા? તેના પર લાલૂ પ્રસાદે જવાબ આપ્યો. છ વર્ષની ઉંમરમાં ખાવાનું બનાવવાનું શિખ્યો. મારા ભાઈ પટનમાં કામ કરવા આવ્યા હતા. ત્યારે તેમની સાથે આવ્યો અને ત્યાં અમે ખાવાનં બનાવવાનું શિખ્યા.
વીડિયોમાં લાલૂ પ્રસાદ એવું પણ કહે છે કે, બિહારમાં પકવાનો ઉપરાંત થાઈ ફુડ પસંદ છે. ત્યાર બાદ રાહુલ ગાંધી કહે છે કે, લાલૂ પ્રસાદના રાજકીય જ્ઞાનનું ખૂબ જ સન્માન કરુ છું.