રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા બે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં હવે સન્નાટાની જગ્યાએ બાળકો અને યુવાનોને જુદી જુદી રમતો રમતા જોઈ શકશો

Spread the love

રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ કરાયું છે. હવે શહેરીજનો આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો ઉપયોગ કરી શકશે. ત્યાર શું છે અહીંની વ્યવસ્થા અને તેના માટેના ચાર્જ? અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી પસાર થતા લોકોની નજર આ સ્પોર્ટસ પાર્ક પર અચૂક પડતી હશે. છેલ્લા બે વર્ષથી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનીને તૈયાર હતું. જેનું હવે લોકાર્પણ કરાયું છે. હવે તમે અહીં સન્નાટાની જગ્યાએ બાળકો અને યુવાનોને જુદી જુદી રમતો રમતા જોઈ શકશો.

શનિવારે યોજાયેલા સ્પોર્ટસ પાર્કના ઉદ્ઘાટનમાં કોર્પોરેશનના સત્તાધીશો ઉપરાંત ભારતની મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને NIDની પાછળની બાજુએ 25 કરોડ 66 લાખના ખર્ચે 45 હજાર ચોરસ મીટરમાં આ સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કર્યો છે, જેમાં ચાર ક્રિકેટ પ્રેક્ટિસ પીચ, ટેનિસ કોર્ટ, સ્કેટિંગ રિંગ, જિમ તેમજ 800 મીટરનો જોગિંગ ટ્રેક છે.

રિવરફ્રન્ટના સ્પોર્ટસ પાર્કના સંચાલનનો કોન્ટ્રાકટ તંત્ર દ્વારા અદાણી જૂથને આપવામાં આવ્યો છે. ત્યારે સંકુલના ઉદ્ધાટન સમારોહમાં અદાણી જૂથના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સંકુલની દરેક સુવિધા માટે બુકિંગ ઓનલાઈન થશે. ટેનિસ રમવા માટે કલાકના 1200 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ક્રિકેટની પ્રેક્ટિસ માટે પીચ દીઠ 500 રૂપિયા ચૂકવવા પડશે. સવારે 6થી 8 વાગ્યા સુધી જોગિંગ વિનામૂલ્યે કરી શકાશે.

સ્કેટિંગ સહિતની કેટલીક સુવિધાઓ માટેના ચાર્જ હજુ જાહેર કરાયા નથી. આ સુવિધાને લોકો તરફથી કેવો આવકાર મળે છે, એ આગામી સમયમાં સામે આવી જશે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના ઈતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ હાથ ધરવા જઈ રહ્યું છે. AMCએ ગ્યાસપુરમાં 500 એકરમાં જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાની જાહેરાત કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ આ સૌથી મોટો જંગલ સફારી પાર્ક હશે. AMC ગાર્ડન વિભાગે આ પ્રોજેક્ટની ડિઝાઈન અને કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂંક માટે જાહેરાત પણ આપી છે. ગ્યાસપુર સાબરમતી નદીના કાંઠે આવેલું છે, ત્યારે નદી કાંઠો શહેરની રોનક વધારનારો બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com