ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી

Spread the love


‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.૧૩મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ યોજવા ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યના તમામ ધારાસભ્યોશ્રીઓ માટે તાલીમ વર્કશોપ ચાલી રહ્યો છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી. ઉપરાંત આ એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન એલ.એ.ક્યુ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી મેળવી હતી.

રાજ્યની વિધાનસભાને પેપરલેસ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ઝડપથી થઇ શકે તે માટે રાજ્ય સરકારનો ખુબ સારો સહયોગ મળ્યો છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આભાર વ્યક્ત કરી વિવિધ સંલગ્ન વિભાગો તેમજ વિધાનસભાના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે તમામ ધારાસભ્યશ્રીઓને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યશ્રીઓ પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી પૂરી શકશે.

આ પ્રસંગે વિધાનસભાના સભ્યશ્રીઓ તથા સચિવશ્રી તેમજ વિધાનસભાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com