અખિલભારતીય જનસંઘનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ જનસંઘનાં પ્રમુખ અખબારી યાદીમાં જણાવે છે કે ઘણા સમયથી સનાતન ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, તેનાંથી સનાતન ધર્મને મોટી હાની થાય તેમ છે, ભુતકાળમાં બુધ્ધધર્મ પ્રત્યે નરમ વલણ રાખવાથી ભારત દેશમાં સનાતન ધર્મ અસ્ત થવાને આરે હતો ત્યારે જગદગુરુ શંકરાચાર્ય ૩૨ વર્ષની ઉમરે સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે બુધ્ધ ધર્મનાં પ્રભાવને ખારવા માટે સમગ્ર ભારતનું ભ્રમણ કરી હિન્દુ સનાતન ધર્મનો ફરીથી જય જયકાર કર્યો. ચાર દિશામાં ચાર મઠ સ્થાપ્યા, જેવી રીતે આજે જૈનધર્મ અલગ ગણાય છે, શિખ ધર્મ અલગ ગણાય છે, જેઓ લઘુમતીમાં છે. આ રીતે હિન્દુ ધર્મનાં ભાગલા પડશે તો ભારત વર્ષને મોટું નુકશાન થશે, પોતાના અંગત સ્વાર્થ ખાતર નવા નવા વાડાઓ ઉભા કરી સનાતન ધર્મને નિચો બતાવી પોતાનો રોટલો શેકવા માટે માર્કેટીગ દ્વારા ભોળા હિન્દુઓનો બ્રેઇન વોશ કરી પંચાયત દેવની જગ્યાએ નવા ભગવાન બતાવી હિન્દુ ધર્મને હાની પહોંચાડી રહ્યા છે, આવા સંજાેગોએ સંઘ હિન્દુઓની એકમાત્ર તારણહાર મોટી સંસ્થા છે, સંઘના આગેવાનોએ ભવિષ્યનો વિચાર કરી વોટની રાજનીતી રમ્યા વગર સત્ય બોલવામાં કચાશ રાખવી નહીં. અત્યારે સંઘ ચુપ રહેશે તો ભવિષ્યમાં હિન્દુઓના અનેક ભાગલા પડશે જેનાંથી હિન્દુ એકતા ખતરામાં આવશે. વેદ ઉપનિષદમાં જે સત્ય દર્શાવેલ છે, જે પંચદેવની પુજા લખેલ છે, શિવ શક્તિ, લક્ષ્મી-વિષ્ણુ, સુર્ય ગણેશનાં દેવોને માન્યતા આપવી, બિજા સંપ્રદાયોના વોટ માટે ખોટો પક્ષ લેવો નહીં અને એમને પ્રોત્સાહન આપવું નહીં તેવું જનસંઘની કારોબારીમાં કહેવામાં આવ્યું હતું.સાળંગપુર ખાતે હનુમાનજીને સહજાનંદ સ્વામીના જે દાસ બતાવેલ છે. જે ચિત્રો તાત્કાલીક દુર કરાવવા. અને સ્વામીનારાયણની કપોળ કલ્પીત વાર્તાઓ બનાવી સનાતન ધર્મના ઇસ્ટ દેવોને નીચા બતાવી હિન્દુઓની લાગણી દુભાવે છે. તે અંગે શખ્ત શબ્દોમાં સમગ્ર ભારતનાં સંતોએ તથા હિન્દુ સગંઠનોએ ઉગ્ર વિરોધ દર્શાવવો જાેઇએ.
સ્વામીનારાયણ સંપ્રદાયે પુસ્તકોમાં છાપેલ કપોળ કલ્પીત વાતો દુર કરે તેના માટે દબાણ લાવવુ જાેઇએ. સ્વામીનારાયણ સંપ્રદાયે તેમના મંદિરોમાં ફક્ત સહજાનંદ સ્વામીની મુર્તીઓ રાખવી બીજા હિન્દુ દેવી દેવતાઓને સાઇડમાં રાખવા જાેઇએ નહીં, સ્વામીનારાયણ સંપ્રદાય સહજાનંદ સ્વામીની ભલે ભક્તી કરે તેમને સ્વામીનારાયણ ભગવાન ગણે તેમા કોઇ વિરોધ નથીં. હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવવા ન જાેઇએ. સ્વામીનારાયણ સંપ્રદાયનું વ્યસન મુક્તિ અભિયાન તથા બિજા સેવાકીય કાર્યો પ્રશંસનીય છે, તે બદલ સ્વામીનારાયણ સપ્રદાય અભિનંદનને પાત્ર છે,