પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના વચ્ચે ત્રીજી લાઇન શરૂ : સુમિત ઠાકુર

Spread the love

અમદાવાદ

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મુખ્ય લાઇન ટ્રાફિક અને ઉધના-જલગાંવ લાઇન ટ્રાફિકને અલગ નવી લાઇન સુરત-મુંબઈ મુખ્ય લાઇન પર ટ્રેનોના પ્રવાહને અસર કર્યા વિના જલગાંવ વિભાગમાં અને ત્યાંથી આગળ વધશે. તેમજ રીસીવ અને ડાયવર્ટ કરવામાં સહાયતા કરશે. સુરત ઉધના વચ્ચે કોન્ઝેશન દૂર થશે. ટ્રેનોની સમય પાલનતામાં સુધારો આવશે. સુરત ઉધના ત્રીજી લાઈનના લીધે સુરત યાર્ડમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્રીજી લાઈન યાત્રી અને માલ વહન માટે ચાલુ કરી દેવામાં આવી છે. સુરત યાર્ડમાં વિદ્યુતીકરણ કાર્ય અને રૂટ રિલે ઇન્ટરલોકિંગ ની સાથે સાથે સુરત અને ઉધના વચ્ચે બે કિલોમીટર ની વધારાની લાઈન જોડાયેલી હતી.

સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે સુરત મુંબઈ મેન લાઇન ખંડ પર વધારે આવનજાવન કારણે જલગાવ જતી ટ્રેનોની સમય પાલનતા સુરત અને ઉધના વચ્ચે પ્રભાવિત થઈ રહી હતી આ કંજેસન થી મુંબઈ જતી મેનલાઇન પર પ્રભાવ પડી રહ્યો હતો. મુંબઈ અને જલગાવ બંને માટે વધારે મુસાફરો અને માલ આવનજાવન ના લીધે સુરત ઉધના સ્ટેશનોની વચ્ચે કોન્ઝેશન વધી ગઈ છે. સુરત ઉધના ત્રીજી લાઈનના સંબંધમાં સુરત યાર્ડ રી મોડેલિંગ કાર્ય અને રૂટ રિલે ઇન્ટરલોકિંગ પણ કરવામાં આવ્યું છે. આ કાર્ય 56 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવ્યું હતું. સુરત યાર્ડમાં 26 ઓગસ્ટ 2023 ના 9:30 વાગ્યાથી 28 ઓગસ્ટ 2023 ના સાડા પાંચ વાગ્યા સુધી નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે એક મેજર બ્લોક લેવામાં આવ્યું હતું. અપગ્રેડ સુરત યાર્ડ હવે એબીબી મેટલ  ટુ મેટલ રિલે ની સાથે સીમેન્સ ડિઝાઇન રૂટ રિલે ઇન્ટરલોકિંગ થી સુસસજ છે. ત્રીજી લાઈન કનેક્શન માટે 18 રૂટ જોડવામાં આવ્યા છે. જેથી આ 154 રૂટ રૂટ રિલે ઇન્ટરલોકિંગ બની ગયું છે. સુરત ઉધના ત્રીજી લાઈન ના પરી યોજનાના લાભ સુરત યાર્ડમાં નોંન ઇન્ટરલોકિંગ કાર્યથી આવન જાવનમાં લાભ થશે, ટ્રેનોની સમય પાલનતામાં સુધારો થશે, સુરત ઉધના ખંડ ની વચ્ચે કોન્જેશન દૂર થશે, સંરક્ષા માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ , નવી લાઈન સુરત મુંબઈ મેનલાઇન પર  ટ્રેનોના પ્રવાહને પ્રભાવિત કર્યા વિના જલગાવથી  આવતી જતી ટ્રેનો ને સીધી રિસીવ અને ડાયવર્ટ કરવામાં સક્ષમ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com