છેલ્લા ૫ માસમાં બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ. મળી કુલ ૨૫૯ અકસ્માત અને ૧૩ વ્યકિતઓના મૃત્યુ

Spread the love

અમદાવાદના રોડ પર ફરતી એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની પરિવહન સેવાની બસો “ફરતાં યમદુત” સમાન !  : શહેઝાદ ખાન

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદના નગરજનોને સારી અને સમયસરની પરિવહન સેવા પુરી પાડવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારની જે.એન.એન.યુ.આર.એમ.ની આર્થિક મદદથી બી.આર.ટી.એસ. બસો ખરીદવામાં આવેલ હતી તે બસો તદ્દન નવી અને અદ્યતન ટેકનોલોજી વાળી બસો છે તેમજ એ.એમ.ટી.એસ.ની મોટા ભાગની બસો કોન્ટ્રાકટર દ્વારા સંચાલન કરવામાં આવે છે તેમ છતાં છેલ્લા ૫ માસમાં એ.એમ.ટી.એસ.ની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૧૦૨ થયેલ તેમાં ૯ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તથા બી.આર.ટી.એસ.ની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૧૫૭ થયેલ તેમાં ૪ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે છેલ્લા ૫ માસમાં બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસોના નાના મોટા અકસ્માતો મળી કુલ ૨૫૯ અકસ્માત થવાના બનાવો બનેલ છે તેમાં કુલ ૧૩ વ્યકિતઓના મૃત્યુ થયાં છે. તાજેતરમાં એસ.જી.હાઇવે પર તથ્ય પટેલ દ્વારા થયેલ અકસ્માત બાદ એક તરફ મ્યુનિ.કોર્પો.તથા ટ્રાફિક પોલીસના સયુંકત ઉપક્ર્મ અકસ્માતો ના થાય તે માટે કાર્યવાહી થઇ રહી છે પરંતુ બીજી તરફ બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસોના ખાનગી ઓપરેટરોની બસોના ડ્રાઇવરો દ્વારા જ અકસ્માતો થાય છે બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસોના ખાનગી ઓપરેટરો સત્તાધારી ભાજપના મળતીયાઓ છે જેને કારણે તેઓ સામે કોઇ કાર્યવાહી થતી નથી ! અને અકસ્માતગ્રસ્તને કોઇ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી જે અમાનવીય હોઇ અકસ્માતગ્રસ્તને પુરતું યોગ્ય વળતર ચૂકવવા અમારી માંગણી છે.

બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપેલ છે તે બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી ચાલુ બસે મોબાઇલ પર વાતો કરતાં હોય છે દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઇ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે. તેને કારણે આ બસો અમદાવાદ શહેરના રોડ પર “ફરતાં યમદુત” સમાન બની રહેલ છે. !  સાથે સાથે ખાનગી બસના ડ્રાઇવરો દ્વારા બેફામ બસો ચલાવવા બાબતે અનેક વાર ફરિયાદો ઉઠવા પામેલ છે તેમ છતાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો મળતીયાને શા માટે છાવરે છે ? તે વિચારણા માંગી લે તેવી બાબત છે. વાહનચાલકોને સતત હાલાકીમાં અને ટ્રાફિકજામની વચ્ચે માનસિક તંગદીલીમાં રાખનારી બાબતને વિકાસ કઇ રીતે કહેવાય !  હયાત રસ્તા ટ્રાકિફ અને બી.આર.ટી.એસ.ને કારણે સાંકડા થઇ ગયાં છે જેને કારણે વારંવાર ટ્રાફિકજામ થવા તથા નાનામોટા અકસ્માતો થવાનાં બનાવો સામાન્ય થઇ ગયાં છે તેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી પસાર થતા બી.આર.ટી.એસ. રૂટ પાસેના રસ્તા પર લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઇ જાય છેએ.. ૩૦ અથવા ૪૦ની સામાન્ય સ્પીડમાં અકસ્માત થાય અને લોકો જાન ગુમાવે તેવી દુઃખદ ધટના બને ત્યારે પ્રજાની સલામતી માટે શું ધ્યાન રાખ્યું ? તે પ્રશ્નાર્થ અને શકાંસ્પદ ભુમિકા બની રહે છે. અગાઉ પણ બી.આર.ટી.એસ.ની કોરીડોર તથા તેની ડીઝાઇન ખામી ભરેલી છે તેવું વારંવાર કહેવા છતાં સત્તાધારી ભાજપ દ્વારા તેને ગંભીરતાથી નહી લેતાં જેથી બસમાં પ્રવાસ કરતાં પ્રજાજનો માટે જાનના જોખમરૂપ પુરવાર થયેલ છે.

એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની બસોના ડ્રાઇવર દ્વારા વારંવાર અકસ્માત થવાની ધટના ચિતાંજનક છે આવા બનાવો બનતા અટકાવવા માટે ડ્રાઇવર બસો સંયમપૂર્વક અને સ્પીડ પર કાબુ રહે તેવી રીતે ચલાવે અને બેફામ ચલાવતાં અને બસો ચલાવવા બાબતે બેદરકારી રાખતાં ડ્રાઇવરો તથા તે ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાકટર સામે પગલાં લેવા અને અકસ્માતગ્રસ્તને પુરતું યોગ્ય વળતર ચૂકવવા તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com