અમદાવાદ એક એવું શહેર છે જેમાં ખિસ્સામાં જેટલા નાણા અને બજેટ હોય તે પ્રમાણે ઘર ,ભોજન ,બધું જ મળી રહે અને ખિસ્સામાં નાણાં ન હોય તો ભરપેટ ભોજન વિનામૂલ્યે સેવા કરવાવાળા ભામાશા પણ છે ,પણ માહિતી હોવી જાેઈએ ,ત્યારે મેઘાણીનગર એવા રત્નાસાગર સોસાયટીની સામે જ અને ઝવેરચંદ મેઘાણી ના બાવલા પાસે રોજ સાંજે શાયોના ગ્રુપ દ્વારા ભરપેટ ભોજન પીરસવામાં આવે છે અને તમને હોટેલ, રેસ્ટોરન્ટ ,ઢાબા ને પણ ટક્કર મારે તેવું ભોજનમાં પણ ક્વોલિટી બધ્ધ અને બોલતા જીવને જમાડ્યા બાદ અબોલ જીવોને કેમ નહીં ? ત્યારે અબોલ જીવો માટે રોટલી વણવાનું સ્પેશિયલ મશીન લાવવામાં આવ્યું છે.
,અબોલજીવોને રોટલી, ઠંડીમાં બાજરાના રોટલા અને માનવજાત માટે રોજબરોજ જમવાનું ઉપરાંત મિષ્ટાન અને ફરસાણ પણ જમાડે છે, રામે દિઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે ,તે વાપરીને પુણ્ય કમાય, તેવા ભામાશા ઘનશ્યામભાઈએ કોરોનાની મહામારીમાં શાકભાજી બંધ હતું ,તો ગમે ત્યાંથી લાવીને ટકો ઉતારીને લોકોના ઘરે પહોંચાડનારા આ ભામાશાહ હતા ,જેમની પાસે છે, તે વાપરી શકતા નથી ,બાકી ટાટા, બિરલા અંબાણી, અદાણી જે હોય તે પણ ઉપર કર્મ જ આવવાનું છે ,આ વાત સત્ય છે ,પણ કોઈને સમજાતી નથી, પૈસા પાછળ દોડનારા ને ખબર છે કે સ્મશાનમાં એક જ વિસામો ,ત્યાં બધું કાઢી લે અને ઉપર કશું લઈ જવાતું નથી, આ માર્મિક શબ્દ કોઈને સમજાતો નથી કે સમજવા તૈયાર નથી, બાકી ગાડી ,બંગલો, ઝવેરાત કરતા પુણ્યાની તાકાત ખૂબ જ મોટી છે, હર હંમેશા આપનારનો હાથ ઊંચો જ હોય છે ,ત્યારે વિનામૂલ્યે જમાડવા અને જેટલા આપે તેટલા તે નાની માના ખેલ પણ નથી ,પણ હા ,વેપલો કરનારા હજુ પણ માંગતા ફરે, પણ સેવા કરવાવાળાને ધાન ક્યારેય ખૂટતું નથી અને ક્યારેય ખૂટશે પણ નહીં, અસારવાનો ‘ધનો’ સૌનો ‘ધનો’ બાકી ઘર પાસેથી ભામાશા ના નીકળે તો ધૂન ૨૪ કલાક બોલાતી હોય અને હોમ હવન ચાલુ જ હોઈ ,આ શક્તિ એવી છે કે કોરોનાની મહામારીમાં ચાલી ત્યારે અસારવા ,મેઘાણીનગર જેવા ભરચક વિસ્તારમાં આ રોગ એરવલે જ જાેવા મળ્યો હતો, આ બધી દેન આવા અનેક ભામાશાઓની પૂજાની દેન છે. ભલે કરોડોની સંપત્તિ હોય ,પણ અસારવા એવું મેઘાણીનગર ને તથા તેની પ્રજાને સૌથી ભામાશા વધારે ચાહે છે ,સૌથી વધારે સમયગાળો અહીંયા જ ,ત્યારે ભામાશાને સત સત પ્રણામ…બાકી આ કારમી મોંઘવારીમાં અનેક માનવી અને અબોલ જીવોને જમાડવા તે વંદનીય છે ,બાકી અબોલ જીવ માટે રોજબરોજ રોટલી હજારોમાં તૈયાર થાય છે. શ્રમજીવી, મિલ મજદૂર એવો આ વિસ્તારમાં જરૂરિયાત હોય તો જમે, બાકી લોકો જમી જાય તેવી અસારવાની પ્રજા ભામાશા બોલતા એવા માનવજીવનથી લઈને અબોલ જીવો માટે પણ રોજબરોજ રોટલી ,શિયાળામાં બાજરીના રોટલા ખવડાવીને કોઈનું ખૂટતું નથી ,ત્યારે ભામાસાનું આ કામ ખરેખર બિરદાવા લાયક છે, આવા ભામાશા ગાંધીનગરને પણ જાેઈએ છે, બાકી એક ભામાશા ગાંધીનગરમાં અનેક ગરીબોની સેવા કરી રહ્યા છે.