રીગ્રાન્ટ કરેલ જમીનની કબજાકિંમત નિયતસમયમાં ભરપાઇ ન કરનાર કબજેદાર અથવા તેમના વારસદારો જાે આવા અનધિકૃત ધારણ કરનાર હોઇ અથવા કબજાહક્કની રકમ ભર્યા સિવાય જે જમીનોની તબદીલીઓ થઈ ગયેલ હોઇ અને હાલ આવી જમીનો અન્ય ઇસમના કબ્જામાં હોય તેવા હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતની ૨૦% કબજાહક્કની રકમ વસૂલી આવા અનઅધિકૃત કબજા નિયમબધ્ધ કરી આપાના રહેશે
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં આજથી ૩૦ વર્ષ પહેલા કોઈ પ્લોટ ખરીદવા વિચારતું ન હતું.કોઈ રોકાણ ન કરતું હતું.ત્યારે અગાઉ સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટોથી લઈને સરકારી અધિકારીઓને જે પ્લોટો આપેલ અને તેની જે તે વખતની જંત્રી અને સરકારે નક્કી કરેલ પ્લોટની કિંમત ન ભરતા અને ભર્યા બાદ જમીનમાં બાંધકામ ન કરેલ, જેથી પણ શરત ભંગ જેવી શરતો થી અનેક પ્લોટો ખાલસા કરી લેવામાં આવ્યા હતા. ત્યારે ય્ત્ન-૧૮ ખાતે હવે ફુલ ફોર્મ તેજી છે. શહેરના કોઈપણ વિસ્તાર હોય તો ૯૦ ચોરસ મીટર મકાન પ્લોટ હાલ ૧ કરોડથી વધારે ભાવ બોલાય છે, ત્યારે હવે સરકાર દ્વારા નવા પ્લોટો ફાળવવાનું ઘણા વર્ષોથી બંધ છે, ત્યારે ઘણી સંસ્થાઓએ અગાઉ પ્લોટો માંગ્યા હોય અને નાણાં ન ભર્યા હોય ,ખાલસા થઈ ગયેલ હોય ,બિન વિવાદી પ્લોટો હોય તે પ્લોટો ,જે લફરાવાળા છે,તેને પપલા કઈ રીતે બનાવવા તે માટે આવા અનેક પ્લોટોની શોધખોળ કરીને અનેક લોકોએ આ ધંધામાં ઝંપલાવ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગથી લઈને, શહેરી વિકાસમાં પણ ફાઇલો ચાલુ કરી દીધી છે, ત્યારે નવા જંત્રી મુજબ રકમ ભરે તો પણ માલામાલ થઈ જાય, ત્યારે ઘણી સંસ્થાઓ ,ટ્રસ્ટોમાં તો મોટાભાગના સભ્યો ,હોદ્દેદારો ગુજરી ગયા હોવાથી નવા અંડાગંડા કરીને એક ચેનલ મોટી બિનવિવાદી લફરાવાળી જમીનો લેવા ચાલી રહી છે. જેમાં અગાઉ જે સંસ્થાઓને મળેલ હોય તે પાછી સેવાની વાતો કરે છે કે મેં તો વિના મૂલ્ય જાે થઈ જાય તો દાન કરીશ ,ત્યારે કોઈ જગ્યાએ દાન તો નહીં, પણ હોય તે પણ વીણી ગયા હોય તો દાનેશ્વરી કર્ણ બનવા નીકળ્યા હોય તો ગળે કોઈને વાત ઉતરે ખરી? ત્યારે મોટા ટ્રસ્ટો પોતે આવી જગ્યાઓ મળી હોય તેમાં બાપા…બાપા…કરીને રહેવાનું કામ કરવાનું છે ,તેમ કહીને પટપટાવા સરકારને નીકળ્યા છે ,ત્યારે જાે આવી કોઈ પણ જગ્યા મંજૂર થાય અને નવા જંત્રી મુજબ આપવામાં સરકાર હકારાત્મક નિર્દેશ આપે તો લાઈનો લાગશે ,તેમાં કોઈ શંકાને સ્થાન નહીં ,અત્યારે લફરાવાળી જમીનોનો ડેટા અનેક સંસ્થાઓ અને નેતાઓ જેમનો ડોળો જે જગ્યા પર છે ,તે ર્નિણય કોઈનો આવી જાય તો ગલકું નાખી દઈએ, બાકી મોટી સંસ્થાઓ હવે નાની સંસ્થાઓ પાસે પડેલી જમીન ગળવા અંડાઞંડા શરૂ કરી દીધા છે. ત્યારે હવે ફક્ત અને ફક્ત ૩૦ થી ૩૫ વર્ષ પહેલાંના જુના કાગળ ઉપર લાકડા તલવાર ચલાવીને કેમ સરકારને ઉન્ઠા ભણાવવા તેની ભેજા બાજાે સાથે ભેજા દોડાવી રહ્યા છે, ત્યારે જાેવા જઈએ તો જૂના મડદા ઉખેડવાની વાત કહેવાય, બાકી અનેક સંસ્થાઓ જેવી કે વણકર સમાજ આજે ૩૦ વર્ષથી પ્લોટની માંગણી કરી રહી છે ,તે હાલ જાેવા જઈએ તો ટોપ પ્રાયોરિટી ઉપર છે ,પણ તો પણ મળતી નથી, ત્યારે હવે લફરાવાળી જમીન, પ્લોટોમાં અનેક લોકોનો ડોળો જાેવા મળી રહ્યો છે.