યોગી આદિત્યનાથ આમંત્રણ આપવા આવ્યાં, નરેન્દ્ર મોદીએ કર્યું રામ… રામ…

Spread the love

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે.

રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી.

મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે 2024ના પહેલા મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે.

રામ મંદિરના ભૂમિપૂજનને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. મંદિરનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંદિરનું ગર્ભગૃહ તૈયાર છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તસવીર પોસ્ટ કરી છે.

ટ્રસ્ટે તસવીર દ્વારા જણાવ્યું છે કે પહેલા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પહેલા ટ્રસ્ટ દ્વારા 6 ઓગસ્ટે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિર નિર્માણની ઝલક બતાવવામાં આવી હતી.

પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર જાન્યુઆરી 2024માં ભક્તો માટે ખુલશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ જાન્યુઆરીમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com