મોદી સરકારમાં બેરોજગારીનો દર 7.95 ટકા થયો છે તે દેશવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય
અમદાવાદ
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા ભારતીય યુવા કોંગ્રેસ વિવિધ પ્રકારનાં કાર્યક્રમો આપશે તેના વિશે અમદાવાદમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તામાં ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપમુખ અને મહામંત્રીએ માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચર્ચા ભારત દેશમાં માત્ર નથી થઈ પણ વિદેશમાં ભારે ચર્ચા કરવામાં આવી હતી.રાહુલ ગાંધીની સકારાત્મક સોચના કારણે દેશમાં લોકપ્રિયતમાં વધારો થયો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગરીબો, વંચિતો , બેરોજગાર અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ‘ભારત જોડો યાત્રા’ને એક વર્ષ પૂરું થતા યુથ કોંગ્રેસ રાજ્યમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપશે.
ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં યુવા કોંગ્રેસ સાથે મળીને પ્રદેશ કોંગ્રેસ સાથે સંકલન કરીને ‘ભારત જોડો’ યાત્રનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર ‘મોહબ્બ્ત કી દુકાન’ બેનર હેઠળ કાર્યક્રમ આવપવામાં આવશે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ ‘ભારત જોડો’ યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને ‘સ્પીક ઉપ ફોર ભારત જોડો’ કાર્યક્રમ અને વિવિધસ્તર પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને જુઠા વચન આપીને સત્તા હાંસલ કરી છે. પ્રતિ વર્ષ 2 કરોડ નોકરી આપવાનો વાયદો જૂઠો સાબિત થયો છે અને દેશના યુવાનો સાથે નીચે સરકારે ગદ્દારી કરી છે. ભારત દેશમાં મોટા ભાગના યુવાનો દસ પંદર હજારની નોકરી કોન્ટ્રાકટ પર કરીને પોતાના જીવનનો અમૂલ્ય સમય બરબાદ કરી રહ્યા છે. ભારતમાં બેરોજગારીનો દર 7.95 ટકા થયો છે તે શરમજનક બાબત કહી શકાય છે. દેશમાં 9.64 લાખ નોકરીની જગ્યા ખાલી પડી છે, સરકાર દ્વારા ભરવામાં આવી રહી નથી.