ગુજરાતના વિકાસ માટે હર હમેશા ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી ધ્યાન રાખી રહી છે ,ત્યારે મહાનગરપાલિકામાં આવતા અનેક વિસ્તારો જે વિકાસશીલ ન હતા ,ત્યાં લોકો માટે બગીચા, રાઈડથી લઈને અનેકવિધ ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે ઔડા દ્વારા રૂપિયા 599.33 લાખના ખર્ચે ભાટ ખાતે બનાવેલ ગાર્ડન અને પાર્કમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ છે ,ત્યારે આ વિસ્તાર મહાનગરપાલિકા Gj-18 માં ભળી ગયેલ હોય અને બગીચો શરૂ કર્યા બાદ મેઇન્ટેનન્સના અભાવે વેરાન બની ગયો છે, ત્યારે 599.33 કરોડના ખર્ચે બનેલો આ બગીચો માનવજાત માટે હવે રહ્યો ન હોય અને હવે વન્યજીવો માટે બની ગયો હોય તેવી હાલત છે.
2021ના રોજ ખુલ્લુ મુક્યા બાદ જે રાઇડ્સ ,કસરતો ના સાધનો બાળકોને રમવાના સાધનો ,આ બધું દૂર ખાઈ રહ્યું છે ,ઘણી કીટ પણ તૂટી ગઈ છે અને જે કીટો તૂટી ગઈ તથા લાઇટના લેમ્પ પણ ચોરાઈ ગયા છે, બેટરી થી ચાલતી ઉર્જા બંધ છે કે કેમ?? તે યથાર્થ પ્રશ્ન છે, ત્યારે સિક્યોરિટી મૂકેલી હોવા છતાં ચોરી થયેલ છે, તો જવાબદારી કોની? ત્યારે કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટ મનપા અને સ્માર્ટ સિટીના નેજા હેઠળ આવે છે ,ત્યારે આ જમીનમાં બનાવેલા બગીચા પણ મેન્ટેનન્સના અભાવે વેરાન થઈ ગયા છે અને રહીશો વેરાનના કારણે અહીંયા આવતા બંધ થઈ ગયા છે, ત્યારે આનું કાંઈક કરો, તેવું રહીશો આ સંદર્ભે જણાવી રહ્યા છે, ત્યારે લાખોના ખર્ચે નાખેલ સોલર લાઈટો પણ બંધ હાલતમાં છે, સોલર ની બેટરી છે કે કેમ? તે તંત્રએ ચકાસવાની જરૂર છે, જોવા જઈએ તો આ વિસ્તાર મનપાના ચેરમેન જશુ જોરદાર ના અંડરમાં આવે છે ,ત્યારે ચેરમેન પોતે આ વિસ્તારમાંથી ચૂંટાયા છે ,ત્યારે ચેરમેનના વિસ્તારમાં આ ધ્યાનચૂક કે શરતચૂક?? જસુની બાદ નજરમાંથી આ બાકાત કેમ??
ચેરમેન જશુ પટેલનો આ મતવિસ્તાર ભાટ કહેવાય, ત્યારે ઝીણી ઝીણી અને ઝીણવટ ભરી માહિતી રાખનારા જશુ જોરદાર ની બાજનજરમાંથી આ બગીચો ગાયબ કેમ?? ધ્યાનચુક કે શરત ચૂક?? કરોડોનો ખર્ચ કર્યા બાદ વેરણ બગીચા ને વૃક્ષો વાવીને લીલુંછમ બનાવો, લાખો વૃક્ષો વાવવાની વાતો હતી ,તો અહીંયા કેમ નહીં? સિક્યુરિટી ની જવાબદારી શું??
મુખ્યમંત્રી ભુપેન્દ્ર દાદાએ આ જગ્યા નું ઉદઘાટન કર્યા બાદ પસ્તી ભંડાર એવું વેરણ બની ગયું છે દાદાએ બે હાથે નહીં ચાર હાથે ગ્રાન્ટો ફાળવી છેત્યારેઆ બગીચાની હાલત?
હજુ ચોમાસાની છેલ્લી ઈનિંગ બાકી છે એટલે હજુ નવા વૃક્ષો અને સુંદરતામાં વધારો થઈ શકે તેમ છે બાકી હાલ તો માનવજાતનો બગીચો નહીં પણ વન્યજીવોનો કહી શકાય