અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઈ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્રારા એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપી જાકીરહુસેન ઉર્ફે જીગો S/O જાફરહુસેન રહેમતુલ્લાખાન શેખ, ઉવ.૪૦ રહે. મ.નં.૨૫, બાગે શાહે-આલમ, સરતાઝ નગર પાસે, મરઝાન રેસીડેન્સી પાસે, કેનાલ રોડ, વટવા, અમદાવાદ શહેરને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી (૧) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો નેટ ૨૨૯ ગ્રામ ૭૦૦ મિલીગ્રામ કિ.રૂ.૨૨,૯૭,૦૦૦/- (૨) રોકડા રૂપિયા ૧૨,૯૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦/- (૪) આધારકાર્ડની નકલ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ (૫) બેટરીવાળો વજનકાંટો કિ.રૂ.૫૦૦/- (૬) પ્લાસ્ટીકની પારદર્શક ઝીપર બેગ-૫૩ કિ.રૂ. ૦૦/૦૦ (૭) કાળા કલરની કાપડની થેલી કિ.રૂ. ૫૦/-(૮) લાઇટબીલ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૨૩,૧૦,૯૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપી વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૨૩૫/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. આરોપીના તા. ૧૪/૯/૨૩ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવેલ છે.આરોપી અગાઉ પ્રોહિબ્રીશનના કેસોમાં પકડાયેલ છે. છેલ્લા છ એક મહિનાથી એમ.ડી. ડ્રગ્સનું વેચાણ શરુ કરેલ હતું. રાજસ્થાન રાજ્યના પ્રતાપગઢ જીલ્લાનું દેવલદી ગામમાંથી મેફેડ્રોનનો જથ્થો લાવી અમદાવાદ શહેરમાં દરિયાપુર અને વટવા વિસ્તારના ડ્રગ્સ પેડલરોને વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે. જેથી અમદાવાદ શહેર ના ડ્રગ્સ પેડલરો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપનાર બાબતે પો.સ.ઇ. શ્રી પી.બી.ચૌધરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧) કારંજ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૨૨૪/૨૦૧૭ ઈપીકો ૨૮૩ મુજબ
(૨) વેજલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૦૫૪૩/૨૦૧૯ પ્રોહી એકટ ૬૬(૧) બી,૮૫(૧) ૩ (૩) કાલુપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૦/૨૦૨૦ ઈપીકો કલમ ૫૦૬ તથા જીપીએકટ કલમ ૧૩૫
(૪) રામોલ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૯૬/૨૧ ઈપીકો કલમ ૩૮૪,૨૯૪(ખ)
(૫) કારજ પો.સ્ટે. ગુ.ર.નં. ૩૭૭/૨૦ ઈપીકો કલમ ૨૮૩