ADGP હસમુખ પટેલનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું, તંત્રમાં દોડધામ

Spread the love

આઈપીએસ હસમુખ પટેલના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીનગરનાં સેકટર21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખુદ હસમુખ પટેલે પોતાના નામે ખોટું ફેસબુક આઈડી બન્યું હોવાની માહિતી પોતાના ઑફિશિયલ ટ્વિટર પેજ પર પણ શેર કરવામાં આવી છે.

વર્ષ 1993 બેચના આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ કરીને કોઈ ઈસમે ખોટું ફેસબુક બનાવવામાં આવ્યું છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. જેમાં લખ્યું, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી છે.

સાયબર માફિયાઓ સામાન્ય નાગરિકોને યેનકેન પ્રકારે પોતાની જાળમાં ફસાવીને ખંખેરી રહ્યાં છે, તો બીજી તરફ હવે સરકારી અધિકારીઓ પણ આવા સાયબર માફિયાઓનો શિકાર બની રહ્યાં છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS ઑફિસર હસમુખ પટેલના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આઈપીએસ હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે.તેઓ એસપી તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG, IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.હસમુખ પટેલ યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર પણ જઈ આવ્યા છે. ભૂતકાળમાં પણ તેમના નામે ખોટું આઈડી બનાવવામાં આવ્યું હતું. હવે ફરીવાર આઈપીએસ હસમુખ પટેલના નામે ફેસબુક આઈડી બનતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com