આજે લોક અદાલતના દિવસે કુલ ૫૮,૬૭૩ કેસોમાંથી ૩૮,૧૬૨ પેન્ડીંગ કેસોનો નિકાલ કરાયો

Spread the love

લોક અદાલતમાં કુલ રૂા.૮,૬૦,૮૩,૬૦૦ ની રકમનાં ઈ-ચલાનનો અને એન.સી. ફરિયાદ અંગેનાં કુલ – ૫,૨૦૦ કેસોનો નિકાલ

અમદાવાદ

આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૩ નાં રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર સુપ્રિમ કોર્ટ નવી દીલ્હીની અનુશ્રામાં તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, નામદાર ગુજરાત હાઇકોર્ટની સુચના તથા અત્રેની કાનૂની સેવા સમીતિના નામદાર ચેરમેન સુશ્રી એચ.એસ.દવેની સુચના તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ ના કેસો (ચેક બાઉન્સના કેસો), લગ્ન સંબધીત તેમજ ભરણપોષણ અંગેના કેસો એવા વિવિધ પ્રકારના કુલ ૫૮,૬૭૩ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં આજરોજ લોકઅદાલતના દિવસે ૩૮,૧૬૨ પેન્ડીંગ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને રૂા. ૩,૪૪,૧૦,૬૯,૭૦૩ ની રકમના કેસોમાં સમાધાન થયેલ છે.

મોટર વ્હીકલ એકટ ૧૯૯૮ અંતગર્ત ટ્રાફીક નિયમોના ઉલ્લંધન સંદર્ભે અમદાવાદ – ટ્રાફીક પોલીસ ઘ્વારા ઇશ્યુ કરવામાં આવેલ ઇ-ચલાન પૈકી પક્ષકારોના બાકી રહેલ ટ્રાફીક ઇ- ચલાન (ઇ-મેમો) અંગેની પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતગર્ત પ્રી-સીટીંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૧,૩૯,૭૨૦ પક્ષકારોએ ભાગ લઇ, તેમના બાકી રહેલ ઇ- ચલાનની રકમ ભરી ઇ-ચલાનનો નિકાલ કરેલ છે, જેમાં કુલ રૂા.૮,૬૦,૮૩,૬૦૦ ની રકમનાં ઈ-ચલાનનો નિકાલ કરેલ છે અને મ્યુનિસીપલ કોર્ટનાં એન.સી. ફરિયાદ અંગેનાં કુલ – ૫,૨૦૦ કેસોનો નિકાલ કરેલ છે. તેમજ વિવિધ બેંકો/ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટનાઓના, તેઓના બાકી નીકળતા લેણાં અંગેની પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. અત્રેની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પડતર ૩૮,૧૬૨ કેસો અને પ્રિ-લીટીગેશનના ૧,૪૪,૯૮૯ કેસો એમ કુલ ૧,૮૩,૧૫૧ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.આજરોજ યોજાયેલી લોક અદાલતમાં અરજદારો, પક્ષકારો, વકીલો , બેંકો તથા નાણાકીય સંસ્થાઓ તરફથી ધણો સારો પ્રતિસાદ મળેલ છે અને મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી, ચેરમેન, કાનૂની સેવા સમીતિ અને ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સુશ્રી એચ. એસ. દવે ભવિષ્યમાં યોજાનાર લોક અદાલતમાં સક્રિય ભાગ લેવા પક્ષકારોને અનુરોધ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com