ગાંધીનગર
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું નિમંત્રણ હતું.ગુજરાત વિધાનસભાના નિમંત્રણથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત આવશે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત ની E – Assemblyનું કરશે .રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાને સંબોધન કરશે.રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.
નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનના ઉપયોગથી ગુજરાત વિધાનસભાની કામગીરી ઓનલાઈન થશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી કામગીરી કરશે. તમામ ધારાસભ્ય તાલીમબદ્ધ કરવા તાલીમ વર્કશોપ યોજાયો તેમજ ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે.વિધાનસભાની કામગીરી પેપરલેસ થઈ જશે.. ઈ-વિધાનસભાના લોકાર્પણ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ અને તમામ ધારાસભ્યો હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન આ ઉપરાંત લોકસભાના વૈધાનિક અને સંસદીય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નોવા કંપનીના અધિકારીઓ હાજર રહેશે. ઈ-વિધાનસભાના લોકાર્પણ બાદ વિધાનસભામાં બનાવાયેલી નવી કેન્ટીનનું પણ લોકાર્પણ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઇ-વિધાનસભાની ટ્રેનિંગ લીધી હતી. ગુજરાત વિધાનસભાની કામગીરી ઓનલાઈન થવાની છે. જેને લઈને વિધાનસભા માટે વિધાનસભામાં વર્કશોપ ચાલ્યો હતો. ટેબ્લેટ ઈ-વિધાનસભા માટેની એપથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાકેફ થયા હતા તેમજ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ વર્કશોપમાં પણ મુખ્યમંત્રી સહભાગી થયા હતા.