2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે : 2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ

Spread the love

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા

કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે,તાલુકા પ્રમાણે કેટલા ટકા પાકવીમાની રકમ અપાઈ રહી છે,તાલુકાના નામ જાહેર કરો : પાલભાઈ આંબલિયા

અમદાવાદ

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ  પાકવીમાંને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે 2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે.2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ છે.31 જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલાસો કરવા રજુઆત કરાઈ હતી

કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ? ક્યા કયા તાલુકામાં પાકવિમો આપવામાં આવે છે તાલુકાના નામ જાહેર કરો.

તાલુકા પ્રમાણે કેટલા ટકા પાકવીમાની રકમ અપાઈ રહી છે જાહેર કરો

તાલુકામાં 10 ગામના 10-10 ખેડૂતને મળે ને બીજાને પાકવિમો ન મળે આવું કેમ ?? ગામમાં 10 ખેડૂત ને પાકવિમો મળે અને બીજા ને ન મળે આવું શા માટે સરકાર ખુલાસો કરે??

અડધી રકમ રાજય સરકાર સબસિડીના રૂપિયા આપશે પછી મળશે આવો મેસેજ કંપની શા માટે કરે છે ?? રાજ્ય સરકાર જવાબ આપે

ખેડૂતોને ખાલી મેસેજ આવ્યા છે એમને આ રૂપિયા ક્યારે મળશે ??

જેને પાકવિમો મળવાનો છે એવા ખેડૂતોનું લિસ્ટ શા માટે જાહેર કરવામાં આવતું નથી ??

જુલાઈ મહિનાના ઉત્તરાર્ધમાં ખેડૂતોને નીચે મુજબ મેસેજ આવવા લાગતા ખેડૂતો અસમંજસમાં મુકાયા હતા આ મેસેજ આ મજબ હતો. પ્રિય XYZ ખેડૂત ID: absdttvur યોજના: પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના. રૂ.નો આંશિક દાવો. યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખરીફ 2019 માટે 9291.5 તમારી બેંક IDBI XXXXXXXXXCX માં મોકલવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચુકવણી પછી રૂ. 9291.5 નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે. વિગતો: https://pmfby.gov.in/farmerLoginકંપની તરફથી આવા મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા હતા કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યા છે, તો કેટલક ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય છે જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી અને કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંકમાં રૂપિયા જમા થયા એનો બેન્ક તરફથી મેસેજ આવે છે આ 2019 ના ખરીફ પાકના પાકવીમાંના રૂપિયા ખેડૂતોને જમા થાય છે એ સમજાય છે પણ એમાં ખેડૂતો અસંજસમાં છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તેવો પત્ર ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 31 જુલાઈ 2023 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખવામાં આવ્યો હતો અને ખેડૂતોને મુજવતાં નીચે મુજબના 18 જેટલા પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર તરફથી જાહેર ખુલાસો કરવામાં આવે તેવી માંગ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાખો ખેડૂતોને મુજવતાં પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેને આજે એક મહિનો વીતવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. 31 જુલાઈ 2023 ના રોજ રાજ્ય સરકારને ખેડૂતોને મૂંઝવતા નીચેના પ્રશ્નો પર ખુલાસો પૂછવામાં આવ્યો હતો

આ પાકવીમો ક્યા વર્ષનો છે ?? કયા પાક માટેનો છે ??? કયા કયા તાલુકાઓમાં મંજુર થયો છે ?? કેટલા ટકા મંજુર થયો છે ?? આ પાકવિમો આંશિક છે કે પૂરો છે ?? જો આંશિક છે તો પૂરો શા માટે નથી આપવામાં આવતો ?? કઇ કઈ પાકવીમાં કંપનીઓ દ્વારા આ પાકવિમો અપાઈ રહ્યો છે ?? આ પાકવિમો આંશિક હોય કે પૂરો હોય તો એક ગામમાં 10 ખેડૂતોને આવે ને બીજા ને કેમ નથી આવતો ?? પાક નુકશાની થઈ હોય તો ગામના તમામ ખેડૂતોને હોય તો આવું શા માટે ?? ખેડૂતોએ કરેલી પાક નુકશાની અરજીના આધારે તો નથી ને ?? જો એવું હોય તો 2019 માં અંદાજે 7 લાખ ખેડૂતોએ અરજી કરી હતી તો એ બધાને કેમ નથી આવતો ?? પાકવીમાં કંપની કે સરકાર લગત બેંકને મંજુર થયેલો પાકવીમાં વાળા ખેડૂતોનું લિસ્ટ શા માટે આપતા નથી ?? દરેક તાલુકામાં કેટલા ખેડૂતને કેટલા ટકા અને કુલ કેટલી રકમ જમા થઈ તેની વિગત શા માટે જાહેર કરવામાં આવતી નથી ??? જે ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યો છે તેને આ રૂપિયા ક્યારે મળશે ?? રાજ્ય સરકારની સબસિડી ક્યારે જમા થશે ને એ રૂપિયા ખેડૂતોને ક્યારે મળશે ?? ઉપરના મેસેજમાં આપ જોશો તો અત્યારે 50% રકમ કંપની આપે છે અને 50% રકમ રાજ્ય સરકાર સબસીડી આપશે ત્યારે જમા થશે એવું મેસેજમાં શા માટે લખે છે ??? ખેડૂતોને આપવાના રૂપિયા રાજ્ય સરકાર આપતી નથી તેવો આરોપ પાકવીમાં કંપનીઓ શા માટે કરી રહી છે ??? આ મેસેજથી એક એક ખેડૂતને સમજાય છે કે રાજ્ય સરકાર ખેડૂતોને રૂપિયા આપતી નથી એટલે ખેડૂતોનો મંજુર થયેલો પાકવિમો પૂરો મળતો નથી. શું રાજ્ય સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતોને પાકવીમાની રકમ મળે ?? રાજ્ય સરકાર શા માટે ખેડૂત વિરોધી થઈ રહી છે ?? જે સબસીડી પાકવીમાં કંપનીઓને રાજ્ય સરકારે આપવાની છે એમાંથી વીમા કંપનીએ ખેડૂતોના જેટલા નાણાં આપવાના છે તે રાજ્ય સરકારે પાકવીમાં કંપનીની જેમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ

18) રાજ્ય સરકાર કેટલી ખેડૂતલક્ષી છે તે આ પરથી સમજાય છે કે ખેડૂતોનો 2019 નો મંજુર થયેલો પાકવિમો કંપનીઓ પાસેથી તેમના કાન પકડીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને નામદર ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી નામદર ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમાં કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી નામદર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે ???

સામાન્ય રીતે તો રાજ્ય સરકાર ખેડૂતોને નાનું એવું તણખલું આપે તો પણ એને પહાડ ગણાવી પ્રેસ કોંફરન્સ કરી મોટી મોટી જાહેરાતો કરવામાં પાવરધી સરકાર આ પાકવીમાં બાબતે શા માટે મૌન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માગણી છે કે ખેડૂતોને મુજવતાં ઉપરોક્ત પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે, રાજ્ય સરકાર ખેડૂતોને જે રૂપિયા આપવાના છે તે સબસિડી આપતી ન હોવાનો મેસેજ કરી ખેડૂતોની નજરમાં સરકારને બદનામ કરતી પાકવીમાં કંપનીઓની વાત સાચી હોય અને રાજ્ય સરકારે પાંચ પાંચ વર્ષ સુધી ખેડૂતોને આપવાના રૂપિયા પેટે જે સબસિડી આપવાની હતી તે આપી ન હોય તો તે તાત્કાલિક ચૂકવી ખેડૂતોના ખાતામાં જમા કરવા જોઈએ અને જો પાકવીમાં કંપનીઓએ રાજ્ય સરકારને બદનામ કરવા આવા મેસેજ કર્યા હોય તો રાજ્ય સરકારે પાકવીમાં કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક પાકવીમાં આપવો જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com