તડીપાર ઇસમ નામે શિવમ વશિષ્ઠનારાયણ જાતે રાજપુત
અમદાવાદ
પોલીસ કમિશનર,અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, તડીપાર ઇસમો પકડવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.આર.બાંગાની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તડીપાર ઇસમ નામે શિવમ વશિષ્ઠનારાયણ જાતે રાજપુત ઉ.વ.૨૩ ધંધો.બેકાર, રહે. મ.નં.બી/૦૬, જશવંત કોલોની, વિ-૦૨, ખોડીયાર માતાના મંદિર પાસે, પાયલનગર, કૃષ્ણનગર, અમદાવાદ શહેરને તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર, કૃષ્ણનગર વિસ્તારમાંથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી તપાસ કરતા સદરી ઇસમને મદદનીશ પોલીસ કમિશનર ‘એ’ ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાકઃ એ/ડિવિઝન/તડીપાર/૫૦૬/૨૦૨૩ તા.૧૬/૦૨/૨૦૨૩ આધારે અમદાવાદ શહેર માંથી એક વર્ષ માટે તડીપાર કરેલ અને સદરી ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય સદરી વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
(૧)પો.ઇન્સ.શ્રી યુ.એચ.વસાવા (માર્ગદર્શન)
(૨) શ્રી પી.આર.બાંગા (રૂબરૂ ફરીયાદ લેનાર) (૩)હે.કો. ભવનેશકુમાર દિલીપભાઈ (ફરીયાદી/બાતમી)
(૪)પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ (બાતમી) (૫)પો.કો.બલદેવસિંહ ઘનશ્યામસિંહ