આરોપી અમીરૂદ્દીન શેખ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એસ.જે.જાડેજાની ટીમના એ.એસ.આઈ. જગદીશભાઈ અળવેશ્વરભાઈ તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ શહેરમાં N.D.P.S. એકટ હેઠળના પ્રતિબંધિત નશીલા પદાર્થનુ વેચાણ કરતાં આરોપી અમીરૂદ્દીન ઉર્ફે આમીર ડૉન સન/ઓફ મયુદ્દીન શેખ, સ્મશાનના છાપરા, કેલીકો મીલની ગલી જમાલપુર સપ્તરૂષિના આરો જમાલપુર, અમદાવાદ શહેરને તેના ઘરમાંથી ઝડપી લીધેલ છે.આરોપીના ઘરમાથી વગર પાસપરમીટનો ગેરકાયદેસરનો બિનઅધિકૃત ગાંજાનો જથ્થો વજન ૨ કિલો ૧૫ ગ્રામ કિ.રૂ.૨૦૧૫૦ તથા અન્ય મુદ્દામાલ સાથે ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. | કુલ રૂ.રૂ.૨૮,૬૧૦ આરોપી અમીરૂદ્દીન શેખ વિરૂધ્ધમાં અમદાવાદ શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.ન ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૪૬/૨૦૨૩ ધી N. D. P . S . એકટની કલમ-૮(સી) ૨૦(બી), ૨૯ મુજબનો ગુન્હો નોંધવામા આવેલ છે. જે ગુન્હાની વધુ તપાસ પો.સ.ઈ.શ્રી જે.આર બલાત ચલાવી રહ્યા છે.
આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ
આરોપી સને-૨૦૦૦ ની સાલમાઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં અફીણના ગુન્હામા પકડાયેલ છે. જે ગુન્હામા તે ૧૫ મહિના અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલ છે. તેમજ આ સિવાય અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ થી ચાર વખત પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ છે.