ધોરણ ૧૨ સાયન્સમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે થતા રાઉન્ડમાં શા માટે એન્ટ્રી આપવામાં નથી આવી રહી?: ડૉ. કરન બારોટ

Spread the love

 

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટ

પૂરક પરીક્ષા આપ્યા બાદ ગુજરાતમાં એડમિશન ન મળતા ગુજરાત બહાર એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ મજબૂર: ડૉ. કરન બારોટ

ગુજરાત યુનિવર્સિટીએ એક અપડેટમાં કહ્યું હતું કે, પૂરક પરીક્ષા આપનારને પીન નંબર લેવાની કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં, થોડા સમય બાદ અપડેટ ડીલીટ કરવામાં આવી: ડૉ. કરન બારોટ

અમદાવાદ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું કે, અત્યારે મેડિકલ વિભાગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 12માં જે વિદ્યાર્થી નપાસ થયા હોય અથવા તો પરિણામથી અસંતુષ્ટ થઈને ફરીથી પરીક્ષા આપી હોય, એવા વિદ્યાર્થીઓ જ્યારે બે રીઝલ્ટ લઈને પ્રવેશ લેવા જાય છે, ત્યારે તેમને પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશવા દેવામાં આવતા નથી. અને આડકતરી રીતે તેમને કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ કોલેજમાં વેકેન્સી(vacant seat) રહેશે તો એ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે.

હું સરકારને પૂછવા માગું છું કે, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે લોકોને એડમિશન કેમ નથી આપવામાં આવી રહ્યું? ગુજરાત સરકાર દ્વારા એટલે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 14 ઓગસ્ટના રોજ એક અપડેટ આપવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી છે તેમને પીન નંબર લેવાની જરૂરત નથી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. થોડા સમય બાદ અપડેટ ડીલીટ કરવામાં આવી. પણ આ અપડેટ વહેતી થઈ હતી અને અમારી પાસે પણ આવી હતી.આ બાબત ખૂબ જ ગંભીર છે, અને જો આ બાબત સંપૂર્ણપણે સાચી હોય તો, સરકાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. કારણ કે સતત ૧૨ વર્ષ સુધી મહેનત કરીને વિદ્યાર્થી આગળ એડમિશન લઈને પોતાના જીવનનો પાયો મજબૂત કરવા માગતો હોય, એ સમયે જો આ રીતે વિદ્યાર્થીને સમસ્યા આવતી હોય તો આ ખૂબ જ દુઃખદ વાત છે. આ ના થવું જોઈએ. કારણ કે આનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ થતા હોય છે અને સ્ટ્રેસમાં પણ આવી જતા હોય છે. માટે સરકારને અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ સમસ્યા પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com