હાલમાં રાજ્યના તમામ સંવર્ગ ના પોલીસ અધિકારીઓ દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઈ આંદોલન કે કાયદો-વ્યવસ્થાના પ્રશ્ન વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસ આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા એક નવો પદક આપવાની પહેલ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ દળમાંથી | ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગ ના પોલીસ અધિકારીઓ માટે આ ખાસ પોલીસ ચંદ્રકને Sl.20.. s-3RIH sles (“DGP’s Commendation Disc”) તરીકે ઓળખવામાં આવે છે. દેશના આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામિલેટરી દળો માં આવો પદક આપવામાં આવે છે. હવે ગુજરાત પણ આવો ચંદ્રક આપનાર ૭મું રાજ્ય બનેલ છે.
તમામ સંવર્ગની પોલીસ અધિકારી દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસ અધિકારી ની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે કોઈ વિધિવત સન્માન આપવાની બાબત રાજ્ય પોલીસ વડા દ્વારા ઘણા સમયથી વિચારાધીન હતી. હાલ સુધી પોલીસ અધિકારીઓ માટે, દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા આપવામાં આવતા વિશિષ્ટ સેવા મેડલ તથા પ્રશંસનીય સેવા મેડલ સિવાય અન્ય કોઈ એવોર્ડ, પદક કે સન્માન આપવામાં આવતું ન હતું. રાષ્ટ્રપતિશ્રી દ્વારા અપાતાં આ પોલીસ ચંદ્રકોની સંખ્યા પોલીસ જવાનોની સંખ્યા સાથે ઘણી ઓછી રહેતી હોવાથી ઘણી વખત તમામ લાયક પોલીસ અધિકારીઓ અને મેડલ પસંદગીમાં સમાવી શકતા નથી. જેથી આ ચંદ્રક ઉપરાંત, ગુજરાત પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ “DGP’s Commendation Disc” એનાયત કરવાની પ્રથા શરૂ કરવા માટે ડી.જી.પી. દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે સરકારશ્રીને જરૂરી દરખાસ્ત કરવામાં આવી હતી અને બાદમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા commendation Disc નું સન્માન અધિકૃત રીતે આપવા મંજૂરીની મહોર મારવામાં આવી હતી. હવે દર વર્ષે આ પદક આપવામાં આવશે. કોઈપણ સંવર્ગના એક પોલીસ અધિકારીને એકથી વધુ વખત પણ આ પદક આપી શકશો. પહેલી વખત પદક મેળવનારને સિલ્વર મેડલ અને બીજી વખત આ સન્માન મેળવનારને ગોલ્ડન પદક આપવામાં આવશે. આ પદકનો પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ પર પણ લગાવી શકો. તમામ સંવર્ગની પોલીસ અધિકારી માંથી આ સન્માન માટે યોગ્ય પોલીસ અધિકારીની પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવેલ છે. ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત થયેલ છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અધરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વક કામગીરી, સ્વચ્છ સર્વિસ રેકોર્ડ જેવા અનેક પાસાં તથા કાબેલિયત ધ્યાનમાં લઈને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસના ડ્રાયવરથી લઈને હથિયારી/બિનહથિયારી અને એસ.આર.પી. કોન્સ્ટેબલની લઈને તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઈ શકે છે. આ ધોરણો અન્વયે સમગ્ર રાજ્યમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓનો નોમીનેશન મંગાવવામાં આવેલ હતા, અને તેના આધારે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ્યા પ્રમાણે એક પસંદગી સમિતિ દ્વારા ચાલુ વર્ષ માટે DGPs Commendation Disc મળવા યોગ્ય કુલ-૧૧૦ તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓનું ચયન કરવામાં આવેલ છે.
આજરોજ ૧૨ કલાકે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાલુ વર્ષ માટે જે ૧૧૦ પોલીસ અધિકારીઓ અને ડી.જી. પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવેલ હતો. યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે કરાઈ ખાતેના વિશાળ ઓડિટોરિયમમાં અલગ-અલગ ટીમમાં વિજેતા અધિકારીઓને હાજર રાખીને, પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. કોવિડ-૧૯ને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમમાં કોઈ મહેમાનો અથવા પોલીસ અધિકારીઓના પરિવારજનોને હાજર રાખવામાં આવેલ ન હતા, કુલ વિજેતાઓના અલગ અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં એડીશનલ ડીજી – ૨, આઈજી-પ, ડીઆઈજી ૧, એસપી-૬, ડીવાયએસપી-૧૬, પીઆઇ-૧૬, પીએસઆઇ-૧૦, એએસઆઈ-૧૦, હેડ કોન્ટેબલ- ૨૨, તથા કોસ્ટેબલ-૨૨ નો સમાવેશ થાય છે. ચંદ્રક વિજેતા અધિકારીઓના નામની વિગત આ સાથે અલગથી સામેલ છે. પદક મેળવનાર તમામ અધિકારીઓને પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા દ્વારા અભિનંદન આપવામાં આવેલ હતા અને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ તો કે, ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારવામાં આવે. આ કાર્યક્રમને KU Band અને Video Conference મારફતે રાજ્યના તમામ શહેર/ જિલ્લા/ રેન્જ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન અને એકમોમાં તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.