બાયડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂપિયા 41.40 લાખ જેટલી રકમની સોલાર રૂફટોપ સિસ્ટમ કોઈપણ જાતની ટેન્ડરીંગ કે ગુણવત્તા ચકાસ્યા વગર ગામડાઓની દૂધ સહકારી મંડળીની છત ઉપર લગાવી હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરેલ છે તેમજ 41.40 લાખ જેવી અંદાજિત કિંમતની ઓફ ગ્રીડ સોલર રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગંભીર ફરિયાદ જ એજન્સી દ્વારા યોગ્ય ગુણવત્તા રુફટોપ સિસ્ટમ કોઈપણ સોલાર પ્લેટો ની જગ્યાએ હલકી ગુણવત્તાવાળી તેમજ અગાઉ વપરાશ કરેલી સોલાર પ્લેટો નાખીને કામગીરી પૂર્ણ કરી હોવાનું પણ અરજદાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલ છે.
ગાંધીનગર વિકાસ કમિશનર કચેરી દ્વારા પત્રમાં પાઠવેલ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને લાખો રૂપિયાની તાલુકા વિકાસ અધિકારી દ્વારા થયેલ ગેરરીતિની યોગ્ય તપાસ કે રિકવરી થાય તેવું અરજદાર દ્વારા મુખ્યમંત્રીને લેખિત જાણ કરાઇ છે ઉચ્ચકક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવે તો નવાઈ નહીં.
એજન્સી દ્વારા હલકી ગુણવત્તાવાળી તેમજ અગાઉ વપરાયેલ સોલાર પ્લેટો વાપરી લાખો ટેન્ડર કે સ્પર્ધા વગર સીધે સીધા તેઓ સંલગ્ન એજન્સીને નાણાકીય ફાયદો કરાવવા આ યોજના સાથે આ કામ કોઈપણ સરકાર દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ નિયમ અવગણીને આપવામાં આવેલ છે.તેના નક્કર પુરાવા સાઠંબાના એક જાગૃત નાગરિક દશરથસિંહ સોલંકી દ્વારા સરકારી નાણાકીય હિત માટે પોતાની જાગૃતતા દર્શાવવી જરૂરી દસ્તાવેજો અને માહિતી સાથે ગુજરાત તકેદારી આયોગ અને મુખ્યમંત્રીને લેખિત જાણ કરી હોવાનું જણાવેલ છે.
પ્રધાનમંત્રીના સપના સમાન ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતમાં યોગ્ય પોર્ટલનો ઉપયોગ કર્યા વગર કોઈપણ જાતની હરીફાઈ વગર જે તે એજન્સીને રૂપિયા 41.40 લાખની રકમની સંપૂર્ણ કામગીરી આપી દેવામાં આવી.