બિહારના મુઝફ્ફરપુરમાં ગાયઘાટના બેનીબાદ ઓપી વિસ્તારના મધુપટ્ટી ઘાટ પર હોડી દુર્ઘટનાનો શિકાર થતાં 16 બાળકો ગુમ થઈ ગયા છે. તેની શોધખોળ ચાલી રહી છે. તો વળી 17 બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હોડીમાં કુલ 33 બાળકો બેઠેલા હતા.
પ્રાપ્ત જાણકાર અનુસાર, મુઝફ્ફરપુરના બેનીબાદ ઓપી વિસ્તારના ભટગાંમા ગામના મધુરપટ્ટી ઘાટ પર ગુરુવારે મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ડુબ્યા હોવાના સમાચાર છે. જેમા અનેક લોકોને બચાવી લેવાયા છે. હાલમાં ઘટના સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. દુર્ઘટના બાદ બહાર કાઢવામાં આવેલા બાળકોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ ઘટના બાદ ઘટનાસ્થળ પર ચિસો સંભળાઈ હતી. તાત્કાલિક ઘટના સ્થળ પર રાહત બચાવ કામ શરુ કરી દેવામાં આવ્યું. કહેવાય છે કે, હોડીમાં 33 બાળકો સવાર હતા. જેમાંથી 17ને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે 16 બાળકો હજુ પણ ગુમ છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મુઝફ્ફરપુરના પ્રવાસે છે. ત્યારે આવા સમયે જ મોટી દુર્ઘટના થઈ છે.