સનાતન મુદ્દે હવે મોરારી બાપુ લાલઘુમ, વાચો કોણ શું બોલ્યું અને કોણે શું પ્રતિક્રીયા આપી…

Spread the love

સંપ્રદાય અને સનાતન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોચ્યો હોય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજીને લઈ બફાટ કરતા વિવાદ વધુ વેગવતું બન્યો છે. જે નિવેદનથી વિવિધ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજભા ગઢવી, માયાભાઈ આહીર અને દેવાયત ખવડે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. આ બધાની વચ્ચે મોરારી બાપુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર મોરારી બાપુએ આકરા પ્રહાર કર્યા છે. મોરારી બાપુએ કહ્યું કે, અમુક લોકોને મે રામ મંદિરમાં દર્શન કરતા જોયા નથી. સૌરાષ્ટ્રમાં ઓટલો અને રોટલો આપનાર અત્યારે રામ મંદિરથી દૂર છે. વધુમાં કહ્યું કે, રામાનંદી વ્યવસ્થાએ જ લોકોને મંદિરમાં ઓટલો-રોટલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણા અંદરના કેટલાક તત્વો એવા છે જે દેખાતા નથી પરંતુ તેમનો ઈરાદો ખરાબ છે, રામ-કૃષ્ણ કોઈ નથી ફક્ત અમે છીએ, અરે કાલ સવારના છોકરાઓ.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો અને હરતકોને લઈ રાજભા અને માયાભાઇ બાદ દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી છે. હનુમાનજીના વિવાદિત ચિત્રને લઇને ખવડે કહ્યું કે, હનુમાન 11 મો રૂદ્ર છે તે કોઇ સામે નહીં, આપણી એકતા ન હોવાથી અંગ્રેજોએ રાજ કર્યુ અને હવે બધાએ એક થવાની જરૂર છે. દેવાયત ખવડએ જણાવ્યું કે, હનુમાન ખહુરિયાઓને ન નમે, બેટા કોઇ દિવસ બાપ ન થાય. શિવ-રામ અને કૃષ્ણથી મોટો કોણ હોય.

સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.

ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્‍મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે, ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com